રિલિઝ થતાની સાથે જ છવાયો પુષ્પા-2નો ફીવર, સુરતમાં સાડી પર દેખાયા શ્રીવલ્લી-સામી
એશિયાની સૌથી મોટી સુરત ટેક્સટાઈલ માર્કેટ હાલ પુષ્પા-2 ફિલ્મના રંગે રંગાઈ હોય

એશિયાની સૌથી મોટી સુરત ટેક્સટાઈલ માર્કેટ હાલ પુષ્પા-2 ફિલ્મના રંગે રંગાઈ હોય તેવું સામે આવ્યું છે. સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા હોય છે. 2014નો ફિફા વર્લ્ડ કપ હોય કે પછી નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા તેની લોકપ્રિયતા હોય. સુરતના કાપડ બજારના વેપારીઓ આવી તક ઝડપતા રહે છે. સાથે જ આ પ્રકારની સાડીઓ પણ બનાવતા હોય છે. ત્યારે આજે પુષ્પા-2 ફિલ્મ રિલિઝ થતાની સાથે જ પુષ્પા સાડીને માર્કેટમાં લોન્ચ કરાઈ છે. સાથે જ સિનેમા હોલમાં પણ ફિલ્મ જોવા આવનારા લકી દર્શકોને પુષ્પા સાડી આપવામાં આવી છે.
અલ્લુ અર્જુનના ચાહકે બનાવી સાડી
અલ્લુ અર્જુનના ચાહક એવા ચરણજિત ક્રિએશન્સ દ્વારા સાડી બનાવવામાં આવી છે. જે રૂંગટા સિનેમા ખાતે પુષ્પા-2ના પહેલા દિવસને ઐતિહાસિક બનાવીને અનોખી રીતે તેની ઉજવણી કરાઈ હતી. ખાસ પુષ્પા-2 સાડી કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં મોડલને સાડી પહેરાવવામાં આવી હતી. સુપરસ્ટારને સમર્પિત હતું. પુષ્પા સિરીઝમાં તેની શાનદાર ભૂમિકા હતી.
લકી સીટ દ્વારા ચાહકોને સાડી અપાઈ
ચરનપાલસિંહે કહ્યું કે, મેં બે વર્ષ પહેલાં પણ પુષ્પાની સાડી બનાવી હતી. ફેનને બધી છૂટ હોય છે. પુષ્પા-2 માટે મેં સાડી બનાવી છે. પોસ્ટર, પ્રોમો સહિતની ચીજો પરથી આ સાડી બનાવવામાં આવી છે. આજે જે લોકો મૂવી જોવા આવ્યા છે. તેમાં લકી સીટ પર આ સાડી દર્શકોને આપી છે.
અગાઉ બાહુબલીની સાડી બની હતી
મોદી, યોગી અને બાહુબલી બાદ પુષ્પા, પુષ્પા-2 સાડી સુરતના બજારમાં આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર ‘બાહુબલી’ ફિલ્મ બાદ હવે પુષ્પા ફિલ્મની ઝલક પણ સુરત ટેક્સટાઈલ માર્કેટની સાડીઓ પર જોવા મળી છે. અગાઉ મોદી યોગી સાડીએ યુપીના કાપડ બજારોમાં ધૂમ મચાવી હતી. ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીને તેમાં સામેલ કર્યા બાદ તેનો રાજકીય અને બિઝનેસ ક્રેઝ વધુ વધી ગયો હતો.








