મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વનરાજનું અસ્તિત્વ: ડુંગરાઓ અને પડતર જમીનની ખરીદી વધી, સિંહોના આવાસમાં મોટો ઘટાડો

ગીરના ઘરેણા સમાન એશિયાટીક સિંહો માટે ખુબ મહત્તવના પ્રોજેક્ટ લાયન અમલમાં

વનરાજનું અસ્તિત્વ: ડુંગરાઓ અને પડતર જમીનની ખરીદી વધી, સિંહોના આવાસમાં મોટો ઘટાડો

ગીરના ઘરેણા સમાન એશિયાટીક સિંહો માટે ખુબ મહત્તવના પ્રોજેક્ટ લાયન અમલમાં આવવાની ઘડીઓ ગણાય રહી છે. સરકાર અને વનતંત્રના આ પ્રોજેક્ટથી સિંહોને ઘણો ફાયદો થવાનો છે તેવા દાવાઓ કરે છે, પરંતુ સિંહો જ્યાં વસવાટ કરે છે તેવા ડુંગરાળ અને પડતર વિસ્તારોમાં ફાર્મહાઉસ, હોટલ, ખેતી સહિતની પ્રવૃતિઓ થવામાંડી છે.

 ડુંગરાળ અને પડતર વિસ્તારોમાં ફાર્મહાઉસ, હોટલ, ખેતી સહિતની પ્રવૃતિઓ

જો પ્રોજેક્ટ લાયન હેઠળ પડતર અને ડુંગરાળ વિસ્તારને ખરીદ કરકી તેનું વનવિભાહ સંચાલન કરે તો ગીર સિવાય બહારના વિસ્તારમાં સિંહો માટે લાંબાગાળાનું અસ્તિત્વ ટકાવવું ખૂબ ફાયદા કારક બને તેમ છે. વર્ષ 2020ની સિંહોની વસ્તી ગણતરી અંદાજ મુજબ 674 સિંહોમાંથી 300થી વધુ તો જંગલની બહાર છે.

300થી વધુ સિંહો જંગલની બહાર

જંગલની બહારના સિંહોને પણ સુરક્ષિત રાખવા માટે અનેક નક્કર પગલાં જરૂરી છે. અભ્યારણ્યની બહાર આવેલા રિઝર્વ ફોરેસ્ટના અનુક ટુકડાઓ આવે છે. તેની આસપાસ માલિકીના ડુંગરાઓ પર સિંહો વસવાટ કરે છે. ડુંગરાઓ પડતર જમીન આરએફએ જંગલમાં આવન-જાવન માટે સિંહોનો મુખ્ય કોરીડોર છે. 

ઘણા સમયથી ડુંગરાઓ તથા પડતર જમીનોના વેચાણ

ઘણા સમયથી ડુંગરાઓ તથા પડતર જમીનોના વેચાણ થવા લાગ્યા છે. ત્યાં ખેતી, ફાર્મહાઉસ અને રિસોર્ટ બની રહ્યા છે. જેનાથી બહારનો વિસ્તાર સિંહો માટે ઘટી રહ્યો છે. ખરા અર્થમાં ડુંગરાઓ કે પડતર જમીનની બહુ મોટી કિંમત હોતી નથી. પ્રોજેકેટ લાયન અંતર્ગત સિંહોની અવપ જવર વાળા વિસ્તારના ડુંગરા કે પડતર જમીનો ખરીદી કરી તેનું વન વિભાગને સંચાલન સોંપી દેવું જોઈએ, જેનાથી અભયારણ્યની બહાર લાંબાગાળાનું સિંહોનું અસ્તિત્વ ટકી રહે અને માનવ તથા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ પણ ઘટી શકે તેમ છે.

 એક તરફ સિંહોની વસ્તી વધી રહી છે અને જંગલ વધી શકે તેમ નથી

સરકાર હવે સિંહો માટે નવું અભ્યારણ્ય જાહેર કરી શકે તેવી કોઈ જગ્યા છે જ નહીં. છેલ્લે 2008માં ગિરનારના જંગલને અભયારણ્ય તરીકે જાહેર કર્યા બાદ એક ઈંચ પણ જમીન અભયારણ્ય માટે આપેલ નથી. એક તરફ સિંહોની વસ્તી વધી રહી છે અને જંગલ વધી શકે તેમ નથી તેવા કિસ્સામાં બહારના ડુંગરા અને પડતર જમીનો કે જ્યાં સિંહો કોરીડોર તથા વસવાટ તરીકે ઉપયોગ કરે છે, તેને ખરીદવા માટે જુજ રકમ ખર્ચ કરે તો સિંહોને ખુબ મોટો ફાયદો થાય તેમ છે, જો આવી જમીન ખરીદી કરે તો બહારના વિસ્તારમાં સિહોના આવાસમાં વધારો થાય તેમ છે.

જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અભયારણ્યનો સમાવેશ

જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અભયારણ્યનો સમાવેશ છે. આ સિવાયના વિસ્તારોમાં સિંહો માટેનું અભયારણ્ય નથી છતાં વન તંત્ર દાવો કરે છે કે 9 જિલ્લાના 53 તાલુકાઓના 30,000 ચોરસ કિલોમિટર વિસ્તારમાં સિંહો આંટાફેરા મારે છે. ખાંભા, સાવરકુંડલા, જેસર, પાલિતાણા, ગારીયાધાર, ઉના, ગીરગઢડા, મહુવા, તળાજા બગસરા, લીલીયા, ક્રાકચ સહિતના અનેક તાલુકામાં ડુંગરાઓ અને પડતર જમીન આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે.

આ સમાચાર શેર કરો