મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર ઝડપાયો, રખિયાલમાં એમ્બ્રોડરીના કારખાનામાં કરતો હતો નોકરી

ગુજરાત ATSએ પંજાબના એક ચકચારી ડ્રગ્સ અને હથિયાર તસ્કરીના કેસમાં વોન્ટેડ આરોપીને અમદાવાદના

Ahmedabad news: પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર ઝડપાયો, રખિયાલમાં એમ્બ્રોડરીના કારખાનામાં કરતો હતો નોકરી

ગુજરાત ATSએ પંજાબના એક ચકચારી ડ્રગ્સ અને હથિયાર તસ્કરીના કેસમાં વોન્ટેડ આરોપીને અમદાવાદના હૃદય સમાન ગીચ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદેથી આવતા નશીલા પદાર્થો અને વિસ્ફોટકોના નેટવર્ક સાથે જોડાયેલો આ આરોપી પોલીસની ધરપકડથી બચવા માટે દેશના અલગ-અલગ રાજ્યો અને નેપાળમાં આશરો લીધા બાદ અંતે ગુજરાતમાં છુપાયો હતો.

પંજાબનો વોન્ટેડ આતંકી અને ડ્રગ સ્મગલર અમદાવાદથી ઝડપાયો

ગુજરાત ATSના DySP હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે, પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાસી પોલીસ સ્ટેશનના હેરોઇન અને ગ્રેનેટ પિસ્તોલ સ્મગલિંગ કેસનો વોન્ટેડ આરોપી રહેમત અલી શેખ પંજાબથી ભાગીને બિહાર થઈને અમદાવાદમાં આવ્યો છે. જેના આધારે તપાસ કરીને ATSએ રખિયાલ ખાતેથી રહેમત અલી શેખની એમ્બ્રોડરીના કારખાનામાંથી ધરપકડ કરી હતી. 

અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી

આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રહેમત અલી મોટા નારકોટિક્સ અને ગ્રેનેડ પિસ્તોલ નેટવર્કનો એક ભાગ છે. આરોપીએ જાન્યુઆરીમાં હેરોઇન તેમજ હેન્ડ ગ્રેનેટેડ અને પિસ્તોલના કન્સાઇનમેન્ટ પાકિસ્તાનની પંજાબ બોર્ડરથી લઈને પંજાબના અન્ય વ્યક્તિઓને આપ્યા હતા. જે અંગે અમૃતસર જિલ્લાના રાજા સાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમની પાસેથી 42 કિલો હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ મળી આવ્યા હતા. 

બે આરોપી પકડાતા રહેમત અલી પંજાબથી નાસી ગયો હતો. આરોપી પંજાબથી ભાગીને નેપાળમાં જતો રહ્યો હતો. ત્યારબાદ બિહાર થઈ ગુજરાતના અમદાવાદમાં આવ્યો હતો. આરોપી છેલ્લા કેટલાક સમયથી રખિયાલ વિસ્તારમાં રોકાયો હતો. રખિયાલના એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરવા માટે આવ્યો હોવાથી આરોપી રખિયાલના કારખાનામાં જ રોકાયો હતો. ATS દ્વારા આરોપીની કોણે મદદ કરી છે તે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોપીને પંજાબ પોલીસને સોંપવા માટેની પણ તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો