મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના પાંડેસરામાં નજીવી બાબતે જાહેરમાં તલવાર ઊછળી, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કાર્યવાહી

સુરતના પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચે બોલાચાલી બાદ જાહેરમાં તલવાર અને લાકડાના ફટકા વડે

સુરતના પાંડેસરામાં નજીવી બાબતે જાહેરમાં તલવાર ઊછળી, વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કાર્યવાહી

સુરતના પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચે બોલાચાલી બાદ જાહેરમાં તલવાર અને લાકડાના ફટકા વડે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ કરી બે લોકોની અટકાયત કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જાહેરમાં યુવકે તલવાર કાઢતા મામલો બીચક્યો

પાંડેસરમાં પાલતુ શ્વાન મુદ્દે બે પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ અગાઉ પણ આ જ મુદ્દે બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ હતી. પરંતુ આ વખતે આ ઉગ્ર બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ લીધું હતું. જેમાં યુવકે જાહેરમાં તલવાર કાઢતા મામલો વધુ બીચક્યો હતો. સ્થાનિક લોકોએ વારંવાર તેમને રોકવાનો પ્રયાસ કરવા છતાં અન્ય એક યુવક પર તલવાર વડે હુમલો પણ કર્યો હતો. પરંતુ સમયસર યુવક જગ્યાએથી ખસી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. આ હુમલા બાદ લાકડાના દંડા લઈ એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. જેમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થાય હતા.

ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કાર્યવાહી

બંને પરિવારો નજીવી બાબતે ઝઘડયા બાદ જાહેરમાં તલવાર અને લાકડાના ફટકા વડે મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં પોલીસની નજરમાં આવ્યો હતો અને તેમણે ઘટનાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલે એક યુવકની પોલીસે અટકાયટ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવકની સારવાર પત્યા બાદ તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો