રામોલ પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ, આ મામલે ડીસીપીએ કરી કાર્યવાહી
રામોલમાં રાયોટિંગના ગુનામાં બેદરકારી બદલ ડીસીપી સફીન હસને રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇને સસ્પેન્ડ કર્યા છે. રામો

રામોલમાં રાયોટિંગના ગુનામાં બેદરકારી બદલ ડીસીપી સફીન હસને રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇને સસ્પેન્ડ કર્યા છે.
રામોલમાં એપ્રિલ મહિનામાં રાયોટિંગનો ગુનો નોધાયો હતો. જેના એક મહિના બાદ જ હત્યાના પ્રયાસનો બનાવ બન્યો હતો. જેમાં યોગ્ય તપાસ ન થઇ હોવાનું ઇન્ચાર્જ ઝોન-5 ડીસીપી સફીન હસનેના ધ્યાનમાં આવ્યું હતું. તપાસ કરતા પીએસઆઇ જ્યોતિભાઇ ચારણની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કર્યા છે. જેમાં પીએસઆઇએ તપાસ દરમ્યાન ચાર્જશીટ કરી નહોતી. ઉપરાંત પંચમાં પણ આરોપીઓના પાડોશીઓને જ રાખ્યા હતા. ગુનાની તપાસમાં આરોપીઓની ઓળખ પરેડ કરી ન હતી. તેમજ આરોપીઓના મોબાઈલ ફોન કબ્જે કર્યાં ન હતા.
તપાસમાં બેદરકારી બદલ PSIને સસ્પેન્ડ કરવામા આવ્યા
આમ તપાસમાં બેદરકારી બદલ PSIને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. જો કે તપાસ યોગ્ય કરવામાં આવી હોત તો બીજો બનાવ બન્યો ન હોત. આમ તપાસમાં બેદરકારી થઈ હોવાનું ડીસીપીની તપાસમાં સામે આપ્યું છે.






