મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના નળખંભા ગામમાં પ્રાંત અધિકારીના દરોડા, ગેરકાયદેસર 4 ખાણો તોડી પડાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પ્રાંત અધિકારીના દોરડા પડી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પ્રાંત અધિકારીના દોરડા પડી રહ્યા છે. દરોડાથી ખનીજ માફિયાઓમાં સનસનાટી ફલાઈ ગઈ છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નળખંભા ગામમાં પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન ચાર કુવાઓ તોડી પાડવામાં આવ્યા

દરોડા દરમિયાન ચાર કુવાઓ તોડી પાડવામાં આવ્યા હતા અને રૂ. 16.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ખનિજ ચોરીમાં સંડોવાયેલા આઠ ખનિજ માફિયા સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે, જેમાં તડીપારની કાર્યવાહિ પણ સમાવેશ થાય છે.

 ટ્રેક્ટર, જનરેશન મશીન, કમ્પ્રેસર સહિતનો સામાન જપ્ત

ગામના તલાટી અને સરપંચની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેમની સામે પણ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. ટ્રેક્ટર, જનરેશન મશીન, કમ્પ્રેસર તેમજ વિસ્ફોટક પદાર્થ સહિતનો સામાન જપ્ત કરાયો.

આ સમાચાર શેર કરો