મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચોટિલા પ્રાંત અધિકારીએ ભેટ વિસ્તારમાં પાડ્યા દરોડા, કાર્બોસેલની ગેરકાયદેસર ૧૬ ખાણો ઝડપાઈ

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજચોરી અટકા

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજચોરી અટકાવવા માટે દરોડાની કાર્યવાહી યથાવત છે. ચોટીલા પ્રાંત અધિકારીએ જિલ્લાના ભેટ વિસ્તારમાં મોટો દરોડો પાડી ખનિજચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.આ દરોડામાં કાર્બોસેલની ગેરકાયદેસર ૧૬ જેટલી ખાણો ઝડપી લેવામાં આવી હતી.

અધિકારીઓએ સ્થળ પરથી ૨૭ મજૂરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું

અધિકારીઓએ સ્થળ પરથી ૨૭ મજૂરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ ૨.૮૭ કરોડની ખનિજચોરી ઝડપી પાડવામાં આવી છે.વહીવટી તંત્ર દ્વારા છ જેટલા મુખ્ય ખનિજ માફિયાઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા અને તડીપારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મોડી રાત સુધી ચાલેલી આ કામગીરી છતાં, જિલ્લામાં ખનિજ ચોરી હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહી

આ સમાચાર શેર કરો