VIDEO: ચોટીલા પ્રાંત અધિકારીએ ધમધમતી 15 ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોને ઝડપી, ખનીજ માફિયા સામે કાર્યવાહી
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાળી ગામે ચોટીલા પ્રાંત અધિકારીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરકારી ખરાબા અને ખાનગી જમીનમાં ધમધમતી 15 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ઝડપી પાડવામાં આવી છે.
દરોડા દરમિયાન 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી, 6 ખનિજ માફિયાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. ખાણોમાં જોખમી રીતે ખોદકામ કરતા મધ્યપ્રદેશ અને દાહોદના 79 શ્રમિકોને તેમના વતન પરત મોકલવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.એક તરફ પ્રાંત અધિકારી ખનિજ ચોરી રોકવા સતત દરોડા પાડી રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો અને શંકાઓ ઉભી થઈ છે.


