Video: ચોરવીરા સીમ વિસ્તારમાં કાર્બોસેલની ખાણો પર દરોડા, ગેરકાયદેસર ખોદકામથી લાખો રૂપિયાનું નુકસાન
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી કાર
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી કાર્બોસેલ ખાણો પર મામલતદારની ટીમે મોટો દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 8 થી 10 કુવાઓમાંથી કાર્બોસેલ ખોદવાની ગેરકાયદેસર કામગીરી ઝડપાઈ હતી. મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચતાં જ ખાણકામ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
આ દરોડા બાદ લીમડીના ડેપ્યુટી કલેક્ટર અને સુરેન્દ્રનગરના ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખાણકામ સરકારી જમીન પર કે માલિકીની જમીન પર થઈ રહ્યું હતું, તેની વિગતો ખરાઈ કરવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર ખોદકામથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા છે.
સ્થાનિક પોલીસની મીઠી નજર હોવા છતાં આ ગેરકાયદેસર કામગીરી લાંબા સમયથી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. મામલતદારની આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખાણકામના મુદ્દે સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી છે. અધિકારીઓ દ્વારા હવે આગળની કાયદેસર કાર્યવાહી અને જમીનની માલિકીની તપાસ ચાલુ છે, જેના પરિણામે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાઈ શકે છે.




