VIDEO: ખનીજ માફિયાઓ પર ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા, ગેરકાયદેસર રેતીનું વહન કરતા ડમ્પરો જપ્ત
ગુજરાતમાં ખનીજ માફિયા પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના લાખ
ગુજરાતમાં ખનીજ માફિયા પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના લાખણકા નજીકખનીજ માફિયાઓ પર ચોટીલા પ્રાંત અધિકારીએ મધ્ય રાત્રીએ દરોડા પાડ્યા હતા.
૮ ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે રોયલ્ટી અને પાસ-પરમીટ વગરગેરકાયદેસર રેતીનું વહનકરતા ૮ ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે. ખનીજ ચોરી માટે આ ડમ્પરો દિલ્હી, આસામ, નાગાલેન્ડ સહિતના રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા.
મુદ્દામાલ જપ્ત કરીને ૮ ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી
આ દરોડામાં ૩.૨૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને ૮ ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.





