ગીર ઈકો સેન્સિટીવ ઝોન મામલે જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં વિરોધ ઉગ્ર બન્યો
Gir eco-sensitive zone : જુનાગઢ અને તેની આસપાસના કેટલાક ક્ષેત્રોને ગીર ઈકો સેન

Gir eco-sensitive zone : જુનાગઢ અને તેની આસપાસના કેટલાક ક્ષેત્રોને ગીર ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરાતા સ્થાનિક ગામના લોકોએ વિરોધ શરૂ કર્યો છે. જુનાગઢ કિસાન સંઘ, અમરેલી અને ગીર સોમનાથ કિસાન સંઘના પ્રમુખે મુખ્ય વન સંરક્ષક આરાધના શાહુને આ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું આવ્યું છે. જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના ખેડૂતોની મૂશ્કેલીઓમાં વધારો થયો છે. ગીર ઈકો સેન્સિટીવ ઝોન ઘોષિત થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ત્રણ જિલ્લામાં વિરોધનો વંટોળ
ગીર ઈકો સેન્સિટીવ ઝોન માટે કેન્દ્ર સરકારના ગેઝેટ સામે ત્રણ જિલ્લામાં વિરોધનો વંટોળ છે. ત્યારે અનેક સરપંચોએ ઇકોઝોન વિરુદ્ધમાં ઠરાવ પસાર કરતા આપ નેતા પ્રવીણ રામે જાહેર કરેલા અભિયાનને વેગ મળ્યો છે. આપ નેતા પ્રવિણ રામે 2 ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસથી 15 દિવસ સુધી ઇકોઝોન નાબૂદી અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી. આ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતોના ઠરાવો, વ્યક્તિગત વાંધા અરજી તેમજ ઇકોઝોન નાબુદીના બેનર સાથે ગરબા રમવાની જાહેરાત કરી હતી.
ગીર ઈકો સેન્સિટીવ ઝોન અંગે ભાજપમાં જ અસહમતી - પ્રવીણ રામ
ઇકોઝોન નાબૂદ કરવા માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખોએ લેટર લખતા આપ નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ મુદ્દે ભાજપમાં જ અસહમતી જોવા મળી રહી છે.તેમજ વધુમાં આપનેતા પ્રવીણ રામે જણાવ્યું કે જો ભાજપના પ્રમુખો જ ઇકોઝોન નાબૂદ કરવા માટે રજૂવાત કરતા હોય તો એમનો મતલબ કે આ કાયદો લોકોને નુકસાનકર્તા તો છે જ, ત્યારે ભાજપના નેતાઓની વાત માનીને સરકારે આ કાળા કાયદાને નાબૂદ કરવો જોઈએ.
ગીર ઈકો સેન્સિટીવ ઝોન આવતા ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે - હર્ષદ રીબડીયા
ગીર ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે જુનાગઢ ભાજપના નેતા તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ વિરોધ કર્યો હતો. ઈકો ઝોનથી ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે, તેવો દાવો કર્યો હતો. રોડ રસ્તા, વીજ કનેક્શન સહિતના અનેક મુદ્દે મૂશ્કેલીઓ પડશે. જે વિસ્તારમાં ઈકો ઝોન લાગુ થશે ત્યાં તમામ પ્રવૃત્તિઓ માટે મંજૂરી લેવી પડશે. માઈનિંગ, ગેરકાયદે હોટલ, પ્રદુષણ ઓકતા એકમો બંધ કરાવી દેવામાં આવશે, તેનો અમે વિરોધ કરતા નથી. અમારા વિસ્તારમાં એક પણ આવી પ્રવૃત્તિઓ ચાલતી નથી.








