બનાસકાંઠા વિભાજન મુદ્દે સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત, શિહોરી-થરા બાદ આજે ધાનેરા બંધ
બનાસકાંઠાના વિભાજનને લઇને સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત છે. શિહો

બનાસકાંઠાના વિભાજનને લઇને સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન યથાવત છે. શિહોરી-થરા બાદ હવે ધાનેરામાં લોકોએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. હિત રક્ષક સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઇએ પણ કહ્યું કે, ધાનેરા વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલું છે.
ધાનેરામાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
ધાનેરાના નાગરિકો કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ થઇ રહી છે.ધાનેરાના બુદ્ધિજીવી આગેવાનોએ સુત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ધાનેરાને બનાસકાંઠામાં સમાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને વિરોધની ચીમકી આપી હતી.
થરા-શિહોરી પણ બંધ
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બનાસકાંઠામાં વિભાજનનો વિરોધ સૌ પ્રથમ કાંકરેજથી શરૂ થયો છે. કાંકરેજના શિહોરી ખાતે વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કાંકરેજના થરાના વેપારીઓ દ્વારા ફરી દુકાનો બંધ નાખીને વિરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બનાસકાંઠા બાદ વધુ 4-5 જિલ્લાના વિભાજનની ચર્ચા, આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે જાહેરાત
બનાસકાંઠામાંથી વાવ-થરાદ અલગ જિલ્લો બનશે
રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરી નવીન જિલ્લો વાવ-થરાદની ભેટ આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કૂલ 14 તાલુકા છે જેમાંથી હવે વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકા અને બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે.
વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઇગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે જેમાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા








