બનાસકાંઠા બાદ વધુ 4-5 જિલ્લાના વિભાજનની ચર્ચા, આ વર્ષના અંત સુધીમાં થઈ શકે છે જાહેરાત
તાજેતરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આ

તાજેતરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી મુજબ બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ વિભાજન કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ-ગાંધીનગર, કચ્છ અને મહેસાણા જિલ્લાનું વિભાજન થઇ શકે છે. ત્યારબાદ ચારથી પાંચ નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવી શકે છે. અમદાવાદ શહેરને અલગ જિલ્લો બનાવવામાં આવી તેવી શક્યતાઓ જણાઇ રહી છે. આ વર્ષના અંત સુધીમા સરકાર નવા જિલ્લાની જાહેરાત કરી શકે છે.
વાવ-થરાદ નવો જિલ્લો જાહેર
નવા વર્ષની શરૂઆત સાથે ગુગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળ્યો છે. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. હાલના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી 8 તાલુકાઓ - 4 નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ થશે.
વાવ-થરાદમાં આ 8 તાલુકાનો સમાવેશ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે, હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.
આ પણ વાંચોઃ લુણાવાડા: કોઠંબામાં બે જૂથ વચ્ચે અથડામણ, પાંચ લોકોએ યુવકને ઢોર માર મારતા તંગદિલી
બનાસકાંઠામાં આ 6 તાલુકાનો સમાવેશ
બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.






