મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ / વીરબાઈમા કોલેજમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનાર પ્રોફેસર સંજય તેરૈયા સસ્પેન્ડ

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ કોલેજ

રાજકોટ / વીરબાઈમા કોલેજમાં વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનાર પ્રોફેસર સંજય તેરૈયા સસ્પેન્ડ

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ કોલેજમાં બે વિદ્યાર્થિનીએ કરેલી જાતિય સતામણીની ફરિયાદ બાદ ચાર્જશીટ રજૂ થતા એક વિદ્યાર્થિની સાથેના કેસમાં સમિતિની તપાસમાં પ્રોફેસર સંજય તેરૈયા દોષિત સાબિત થતા આજે કોલેજ પ્રશાસને સંજય તેરૈયાની કોલેજમાંથી હાકલપટ્ટી કરી છે.  

વીરબાઈમા મહિલા સાયન્સ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો.સંજય તેરૈયા સામે B.Sc.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગત તા.16.09.2022ના રોજ જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ  કોલેજની ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ  પણ તા.12.10.2022ના રોજ સંજય તેરૈયા સામે પ્રિન્સિપાલ સમક્ષ જાતીય સતામણીની અરજી કરી હતી.

સંજય તેરૈયા સામે લાગેલા ગંભીર આક્ષેપો અંગે કોલેજ પ્રિન્સિપાલે હીનાબેન શાહ, ભાવનાબેન ખોયાણી અને જયશ્રીબેન રાણપરા ઉપરાંત સિનિયર અધ્યાપક એ.પી. ગૌસ્વામીની તપાસ સમિતિ રચી હતી. તપાસ સમિતિએ કરેલી તપાસમાં સંજય તેરૈયા દોષિત ઠરતા તેમને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. 

આ સમાચાર શેર કરો