AMRELI : પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલાં, પોક્સો હેઠળ ફરિયાદ દાખલ
Amreli News : છેલ્લા પંદર દિવસથી સતત મહિલાઓ સાથે છેડતી અને શારીરિક શોષણની ઘટનાઓ સામ

Amreli News : છેલ્લા પંદર દિવસથી સતત મહિલાઓ સાથે છેડતી અને શારીરિક શોષણની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમરેલીથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મુસ્લિમ પ્રોફેસર અને વિદ્યાર્થીએ કબડ્ડી પ્લેયર વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં પોક્સોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
કણકીયા કોલેજના પી.ટી પ્રોફેસર એજાજ કાજીએ કર્યા વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં
પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલાની કણકીયા કોલેજના પી.ટી પ્રોફેસર એજાજ કાજી રાજકોટ ખાતે આયોજિત કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થિનીઓને લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન ગાડીમાં એક વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા સાવરકુંડલા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં પી.ટી પ્રોફેસર એજાજ કાજી અને સાબિર મલેક નામના વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સાબિર મલેકે અગાઉ પણ વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હતા
વિદ્યાર્થી સાબિર મલેકે આગાઉ આઠ મહિના પહેલા વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરનાર સાબિર મલેકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલમાં સાવરકુંડલા પોલીસ દ્વારા આ ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.








