મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot/ જેલમાં બંધ રીબડાના જાડેજા પિતા-પુત્રની મુશ્કેલી વધશે? કોર્ટમાં BNS ની નવી કલમ ઉમેરવા અરજી

રાજકોટના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જેલમાં બંધ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત

Rajkot/ જેલમાં બંધ રીબડાના જાડેજા પિતા-પુત્રની મુશ્કેલી વધશે? કોર્ટમાં BNS ની નવી કલમ ઉમેરવા અરજી

રાજકોટના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જેલમાં બંધ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિતના આરોપીઓની મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે. આ કેસમાં વિશેષ સરકારી વકીલ દ્વારા કોર્ટમાં મહત્ત્વની અરજી દાખલ કરવામાં આવી છે.

ખોટા પુરાવા ઊભા કરવાની કલમ ઉમેરવા માંગ

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (Sp.PP) દ્વારા કોર્ટમાં BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ 231 નો ઉમેરો કરવા માટે અરજી કરવામાં આવી છે. અરજીનો હેતુ  આરોપીઓ દ્વારા 'ખોટા પુરાવા ઊભા કરવા'ની કલમનો ઉમેરો કરવાનો છે. 

આપઘાત કરનાર અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવી, તેના વિરુદ્ધ પોક્સો (POCSO) અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવવા માટે ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા હતા.

આજીવન કેદની જોગવાઈના ડરથી અમિતે કર્યો આપઘાત

અરજીમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમિત ખૂંટ વિરુદ્ધ જે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તેમાં આજીવન કેદની સજાની જોગવાઈ હતી. આ કલમોના ડરથી જ અમિત ખૂંટે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હતું.

BNS ની કલમ 231 (ખોટા પુરાવા ઊભા કરવા) ઉમેરવામાં આવે તો આરોપીઓની કાનૂની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

કોર્ટે તપાસનીશ અધિકારીને ખુલાસો કરવા તાકીદ કરી

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીના સંદર્ભમાં કોર્ટે હવે તપાસનીશ અધિકારી (Investigating Officer) ને આ બાબતે ખુલાસો રજૂ કરવા માટે તાકીદ કરી છે. કોર્ટના નિર્ણય બાદ જ આ કેસમાં આરોપીઓની મુશ્કેલીઓ ખરેખર વધે છે કે નહીં તે સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો