પ્રિયંકા ગાંધી આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, વલસાડના ધરમપુરમાં અનંત પટેલ માટે માંગશે મત
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામા

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતા ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી આજે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી પ્રચારનો પ્રારંભ કરશે. પ્રિયંકા ગાંધી પાંચ વર્ષ બાદ ગુજરાત આવી રહ્યાં છે. અંતિમ વખત તે માર્ચ 2019માં અમદાવાદ આવ્યા હતા.
અનંત પટેલ માટે પ્રચાર કરશે પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરશે. પ્રિયંકા ગાંધી વલસાડના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે. વલસાડ બેઠક પર ભાજપે ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતમાં વલસાડ તે બેઠકમાં સામેલ છે જેના પર કોંગ્રેસની અત્યારે સારી સ્થિતિ છે.
ગુજરાતમાં પ્રિયંકા ગાંધીની પ્રથમ રેલી
દક્ષિણ ગુજરાતમાં યોજાનારી લોકસભા બેઠકની રેલી દરમિયાન પ્રિયંકા ગાંધી સુરતમાં ભાજપની બિન હરીફ જીતનો મુદ્દો ઉઠાવી શકે છે. પ્રિયંકા ગાંધી મંગળસૂત્ર વિવાદને ઉઠાવી રહ્યાં છે. અનંત પટેલ વલસાડ લોકસભા બેઠક અંતર્ગત આવતી વાંસદા બેઠકના ધારાસભ્ય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી પ્રચાર માટે આવ્યા નહતા. તે લાંબા સમય બાદ ગુજરાતમાં પ્રચાર માટે આવશે.
25 બેઠક પર 7 મેએ મતદાન
2014 પહેલા આ બેઠક કોંગ્રેસ પાસે હતી. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપનો કબ્જો છે. અત્યાર સુધી ભાજપના નેતા કેસી પટેલ અહીંથી સાંસદ હતા. પાર્ટીએ આ વખતે યુવા નેતા ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. 2019માં ભાજપે આ બેઠક 3.53 લાખ મતના અંતરથી જીતી હતી. ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠક પર સાત મેએ મતદાન થશે. કોંગ્રેસ ગુજરાતમાં 23 બેઠક પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ બે બેઠક આમ આદમી પાર્ટી માટે છોડી છે. સુરત લોકસભા બેઠક ભાજપ પહેલા જ બિનહરીફ જીતી ચુક્યુ છે.








