મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી બસને નડ્યો અકસ્માત, 40થી વધુ મુસાફર થયા ઇજાગ્રસ્ત

રાજ્યમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલા જાખ

લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી બસને નડ્યો અકસ્માત, 40થી વધુ મુસાફર થયા ઇજાગ્રસ્ત

રાજ્યમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલા જાખણ ગામના પાટિયા નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો.  ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂલ ગુમાવતા પલટી મારી હતી. 

બસમાં સવાર 40થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. લગ્નગાળો હોવાથી આ બસના મુસાફરો પોરબંદરથી મધ્ય પ્રદેશ જતા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મહત્ત્વપૂર્ણ છે કે આ બસમાં 50થી વધુ લોકો સવાર હતા.

 બસમાં સવાર 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા

ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના નાના બાળકો અને મહિલાઓ છે. મળતા અહેવાલ પ્રમાણે બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ નાયબ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો