અપહરણ-લૂંટ વીથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજાનો કેદી 9 વર્ષે ઝડપાયો, પેરોલ જમ્પ કરી થયો હતો ફરાર
સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1998માં અપહરણ, લૂંટ વીથ મર્ડરનો ગુનો નો

સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1998માં અપહરણ, લૂંટ વીથ મર્ડરનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીને આજીવન કેદની સજા થઈ હતી. આ સજા ભોગવી રહેલો આરોપી વર્ષ 2015માં 14 દિવસના પેરોલ મેળવીને જેલમાંથી બહાર નીકળ્યો હતો. જો કે ફરીથી જેલમાં તે હાજર થયો નહોતો. છેલ્લા નવ વર્ષથી પેરોલ ફરારી પાકા કામના કેદીને ઉત્તરપ્રદેશ-નોઈડાથી ઝડપી પાડ્યો હતો.
હત્યા કરી ટેક્સી લૂંટી હતી
પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ વર્ષ 1998માં ટેક્સી ચલાવતો હતો. તેણે સુરત રેલવે સ્ટેશનથી બે પેસેન્જર રાજુ યાદવ અને અતુલ બાજપાયને લઈને વડોદરા રવાના થયો હતો. પરંતુ ભરુચ વડોદરા વચ્ચે પથ્થરથી માર મારી મહંમદ રીયાઝનું ખૂન કરી લાશને ફેંકી દઈ ટેક્સીની લૂંટ ચલાવી હતી. નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ પોલીસે ઝડપી લીધો હતો. આ કેસમાં આજીવન કેદની સજા મળી હતી.
દીકરા સાથે રહેવા લાગ્યો હતો
જો કે પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ લાજપોર જેલમાં કેદ હતો. આ દરમિયાન હાઈકોર્ટમાં સ્પેશિયલ એપ્લિકેશનથી 14 દિવસના પેરોલ માંગ્યા હતાં. રાજુને 14 એપ્રીલે હાજર થવાનું હતું. પરંતુ તે ફરાર થઈ ગયો હતો. ઉત્તરપ્રદેશના અલગ અલગ શહેરમાં નાસતો ફરતો અને છૂટક મજૂરી કરતો હતો. રાજુનો દીકરો નોઈડમાં બેંકમાં નોકરી કરે છે. જેથી રાજુ પણ ત્યાં શિફ્ટ થઈ ગયો અને ડ્રાઈવિંગનું કામ કરવા લાગ્યો હતો. જો કે, બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઝડપી લીધો છે.








