મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સાબરમતી જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં કાચા કામના કેદીએ આત્મહત્યા કરવાની ઘટના બની છે. કેદીએ જેલની અંદર જ ગળે ફાંસો ખાઈને આ

અમદાવાદ: સાબરમતી જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં કાચા કામના કેદીએ આત્મહત્યા કરવાની ઘટના બની છે. કેદીએ જેલની અંદર જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. હાલ પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદની સાબરમતી જેલમાં મેલાજી ઠાકોર નામના કેદીએ આત્મહત્યા કરી દીધી છે. કેદીએ કયા કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી, તેની વિગતો હજુ સામે આવી નથી. 

રાણીપ પોલીસે વધુ તપાસ હાથ ધરી 

હાલ પોલીસે મેલાજી ઠાકોરના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે રાણીપ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો