વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો શું છે તેમનો સમગ્ર શિડ્યુલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 10, 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 10, 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજકોટ અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ વિકાસકામોની સમીક્ષા બેઠક પણ યોજશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
પીએમ મોદી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે
પીએમ મોદી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે. સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરાશે. જેમાં 108 અશ્વો વચ્ચે PM મોદીને સ્વાભિમાન યાત્રા પણ યોજાશે.PM મોદીની આગળ અને પાછળ અશ્વો રહેશે.
PM મોદી જાહેરસભાને સંબોધશે
સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર 2 કિમી લાંબો ભવ્ય રોડ શો યોજાશે. શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. સ્વાભિમાન યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે PM મોદી જાહેરસભાને સંબોધશે.વડાપ્રધાન મોદી ગાંધીનગર મેટ્રોમાં સવારી કરશે. મહાત્મા મંદિર સુધી મેટ્રોમાં વડાપ્રધાન સવારી કરશે.
વડાપ્રધાન પોતાના પ્રવાસના બીજા દિવસે અમદાવાદ પહોંચશે, જ્યાં તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.






