મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદથી નેશનલ હાઈ વે પર પડ્યા ખાડા, આમોદની ગર્ભવતી મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલા થઈ ડિલિવરી

ભરુચ જિલ્લાના આમોદથી પસાર થતો નેશનલ હાઇવે ખખડધજ રોડને લઈને ટ્રાફિકજામ અને મસમોટા ખાડાઓમા પહેલા વર

ભરુચ જિલ્લાના આમોદથી પસાર થતો નેશનલ હાઇવે ખખડધજ રોડને લઈને ટ્રાફિકજામ અને મસમોટા ખાડાઓમા પહેલા વરસાદને લઈને નાના મોટા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. કાદવના કીચડથી નેશનલ હાઇવે 64 મલ્લા તલાવડીથી બત્રીસીના નાળા સુધી ખખડધજ બનતા રાહદારીઓ અને હાઇવેને અડીને આવેલા રહેણાંક સ્થાનિકો અને દુકાનદરો સહિત ત્રાહિમામ પોકારી ગયા છે.

ગર્ભવતી મહિલાની થઈ ડિલિવરી

આજરોજ આમોદ નગરની મહિલા ગર્ભવતી હોય અને તબિયત લથડવાની સાથે અસહ્ય પેટ દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈ નીકળ્યા હતા. પણ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલાં જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડિલિવરી થઈ જતા પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

ભ્રષ્ટાચારની પોલ ખુલી

ગત વર્ષે ધારાસભ્ય દેવ કિશોર સ્વામી લેખિત અને મૌખિક પ્રયાસોથી સરકાર દ્વારા મંજૂર થયેલા અને કરોડોના ખર્ચે નવનિર્માણ પામેલ હાઇવે લોક ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મીલીભગત લઈ કરોડાના મંજૂર થયેલા કામ લાખોની કટકી થઈ હતી. વારંવાર આ કરોડો રૂપિયા થી નવનિર્માણ પામેલા હાઇવે પર પેચીંગવર્ક કરવા પણ લાખો રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી ફાળવણી કરવામાં આવે છે. હાઇવેનું પેચિંગ વર્ક થયું છે.છતાં  મોસમ ના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભુ થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની  પોલ ની ચાડી ખાતા દ્રશ્યો  નું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવે નું પેચીંગવર્ક કરવા માં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે...
                

આ સમાચાર શેર કરો