મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચેક અપ કરાવવા આવતી સગર્ભાને દુઃખાવો ઉપડતાં રિક્ષામાં જ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કરાવાઈ પ્રસૂતિ

સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મ

ચેક અપ કરાવવા આવતી સગર્ભાને દુઃખાવો ઉપડતાં રિક્ષામાં જ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કરાવાઈ પ્રસૂતિ

સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરતની સિવિલ હોસ્પિટલ તમામ માટે આશિર્વાદ સમાન બની ગઈ છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં એક સામાન્ય પરિવારની સગર્ભાને રૂટિન ચેકઅપ માટે લાવવામાં આવી રહી હતી. ત્યારે મહિલાને રસ્તામાં અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. જેથી સિવિલ કેમ્પસમાં ટ્રોમા સેન્ટર આવે તે પહેલાં જ પ્રસૂતિ કરાવાઈ હતી.

દુઃખાવો શરૂ થતાં ડિલિવરી કરાવાઈ

મહિલાને પીડા વધુ ઉપડી હોવાથી સિવિલ હોસ્પિટલમાં રિક્ષામાં મહિલાએ દીકરાને જન્મ કરાવવો પડ્યો હતો. બાળક અને માતા બંનેની હાલત તંદુરસ્ત છે. સચિનના કવાસ ગામથી ચેક અપ માટે મહિલા આવતી હતી. રિક્ષામાં સિવિલ પહોંચતા દુઃ ખાવો વધી જતાં ટ્રોમા સેન્ટર સુધી પણ પહોંચી શક્યા નહોતો.

બન્નેની હાલત સ્થિર

મહિલાને પીડા વધુ હોવાથી તાત્કાલિક જાણ કરવામાં આવતાં જ નર્સ અને સ્ટાફે દોડી આવ્યા હતાં. બાદમાં ડિલિવરી કરાવાઈ હતી. ત્યારબાદ માતા અને બાળકને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં માતા અને દીકરા બંનેની વધુ સારવાર શરૂ કરવામાં આવી છે. તબીબોએ કહ્યું કે, બન્નેની હાલત સ્થિર છે.

આ સમાચાર શેર કરો