મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી તે સ્મશાને જાય ત્યાં સુધી એને મુકવાનો નથી’- પ્રતાપ દૂધાત

અમરેલીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન સમયે પ્રતાપ દુધાતએ ભાજપના નેતા ભૂપત ભાયાણી અને કો

‘નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી તે સ્મશાને જાય ત્યાં સુધી એને મુકવાનો નથી’- પ્રતાપ દૂધાત

અમરેલીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન સમયે પ્રતાપ દુધાતએ ભાજપના નેતા ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પર પ્રહાર કર્યા હતા .ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેનો જવાબ આપતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભૂપત ભાયાણીને આડે હાથ લીધા હતા.

અમરેલીમાં ભાજપના ઉમેદવારના ફોર્મ ભરવા સુરતથી ભાડૂઆતી માણસો લાવવામાં આવ્યા હોવાની વાત જણાવી હતી. ભાજપના લોકો ભાન ભૂલીને વાણીવિલાસ કરતા હોવાની લઈ પ્રતાપ દુધાતે ભૂપત ભાયાણી સહિત ભાજપના નેતાઓને આડેહાથ લીધા.

સુરતમાં નિલેશ કુંભાણીના ફોર્મ રદ્દ થવાને લઈને પ્રતાપ દુધાતે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રતાપ દુધાતે અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધતા નિલેશ કુંભાણીને પડકાર ફેકતા જણાવ્યુ કે, કોંગ્રેસનો ગદ્દાર નિલેશ કુંભાણી જ્યાં સુધી સ્માશાનને જાય ત્યાં સુધી એને મૂકવાનો નથી.

વધુમાં સંબોધન કરતા પ્રતાપ દુધાતે જણાવ્યુ કે, કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાનું પરિણામ શું આવે તે 7 તારીખ પછી હું સુરતની જનતાને બતાવીશ.

આ સિવાય પ્રતાપ દુધાતે (Pratap Dudhat) વધુમાં કહ્યું હતું કે ‘નિલેશ કુંભાણી (Nilesh Kumbhani)એ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે.’ આ ઉપરાંત અમરેલી કોંગ્રેસ પ્રમુખે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની વાત પર જણાવ્યું હતું કે ‘જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેમનો (કુંભાણી)નો વિરોધ થશે.’ આ મામલે પ્રતાપ દુધાતે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ સમાચાર શેર કરો