મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : બોગસ ડોક્ટરની સારવારથી મોતને ભેટનાર બાળકીના દફનાવેલા મૃતદેહને કાઢીને પીએમ માટે મોકલાયો

Postmortem conducted of the deadbody of girl who died in Ananya Hospital bavla | અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામે આવેલ અનન્યા મલ્ટી સ્પેશિયા

અમદાવાદ : બોગસ ડોક્ટરની સારવારથી મોતને ભેટનાર બાળકીના દફનાવેલા મૃતદેહને કાઢીને પીએમ માટે મોકલાયો

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામે  આવેલ અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટરે એક બાળકીની સારવાર કરી હતી, જે બાદ બાળકીનું અવસાન થયું હતું. બાળકીના પિતાએ સોશિયલ મીડિયામાં અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ વીડિયો વાયરલ કર્યો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી એ આ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મેહુલ ચાવડા કોઈપણ ડિગ્રી ધરાવતો ન હોવા  છતાં આટલી  મોટી હોસ્પિટલ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ માર્યું હતું અને આગળની તપાસ હાથ ધરી હતી. 

હોસ્પિટલને સીલ માર્યા બાદ બાવળા તાલુકાના ડુમાલી ગામના મરણજનાર  દેવીપુજક બાળકીના પિતા સુરેશભાઈએ કેરલા જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ આપી હતી જેમાં જણાવ્યું હતું કે તારીખ 9-7-2024ના રોજ તેમની દીકરીનેં તાવ અને ગળામાં દુખાવો થતો હતો, તેની સારવાર માટે અનન્યા મલ્ટિપેશાલિટી હોસ્પિટલ કેરાળા ગામે દાખલ કરવામાં આવી હતી. દીકરીની  તબિયત વધુ ખરાબ થતા દીકરીને ઘરે લઈ જતા હતા તે દરમિયાન તેનું મોત નિપજયું હતુ અને ઘરે જઇ તેની દફનવિધિ કરી હતી.

પરંતુ તેમને શંકા હતી કે ડોક્ટરની બેદરકારીને કારણે તેમની દીકરીનું મોત નિપજ્યું  છે. કેરાળા પોલીસે એડી દાખલ કરી બાળકીના મૃતદેહને બહાર કાઢી અમદાવાદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો