જુનાગઢમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાને હરાવવા અપીલ કરતી બીજી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024 માથા પર છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપન

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024 માથા પર છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપની કઠણાઈ બેસી છે. એક બાજું રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રાજકોટ, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે અને ભાજપ નેતાઓને પ્રચાર માટે વિવિધ ગામોમાં પ્રવેશબંધી કરવામાં આવી છે. બીજી બાજું જૂનાગઢમાં ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજેશ ચુડાસમાના વિરોધમાં સોશિયલ મીડિયા પણ એક અઠવાડિયાના ગાળામાં બીજી પોસ્ટ વાયરલ થઇ છે.
રાજેશ ચુડાસમાને હરાવવા અપીલ કરતી પોસ્ટ વાયરલ
જેમ જેમ ચુંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજેશ ચુડાસમાનો વિરોધ વધતો જાય છે અને ફરી એકવાર રાજેશ ચુડાસમાને હરાવવાની અપીલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. પોસ્ટમાં રાજેશ ચુડાસમાને જુનાગઢનાં હીત માટે હરાવવો જરૂરી છે તેમજ રાજેશ ચુડાસમા પોતાના શાસનમાં નિષ્ફળ નિવડ્યા છે તેવો પોસ્ટમાં ઉલ્લેખ કરતાં રાજકારણ ગરમાયું છે. આ વાયરલ પોસ્ટ અંગે અમે પુષ્ટી કરતા નથી પરંતુ આ પોસ્ટ જુનાગઢથી હોવાનું અનુમાન લગાવી શકાય.
શું લખ્યું છે આ પોસ્ટમાં ?
જુનાગઢનાં ઉજ્જવળ ભવિષ્ય માટે
ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાની હાર જરૂરી છે…
જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માના જાહેર કૌભાંડોથી જુનાગઢની જનતાના હિતનું રક્ષણ કરવામાં ૧૩-જુનાગઢ લોકસભા સીટ પરથી ભાજપનાં રીપીટ ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા સદંતર નિષ્ફળ ગયા છે.
જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માની અસામાજિક કામગીરીથી અસરગ્રસ્ત જુનાગઢના નાગરિકોને ન્યાય અપાવવામાં ભાજપનાં રીપીટ ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા સદંતર નિષ્ફળ ગયા છે.
ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને
હૈયે જુનાગઢનું હિત નથી,
તેથી રાજેશભાઇ ચુડાસમાને
જુનાગઢનું સમર્થન નથી..
જો આ વખતે આપણે ભાજપના ઉમેદવારને હરાવીશું તો જ આગામી સમયમાં સરકાર તરફથી જૂનાગઢના પ્રશ્નોના ઉકેલ બાબતે પ્રાધાન્ય આપવામાં આવશે જ..
જુનાગઢના હિત માટે ભાજપના ઉમેદવાર
રાજેશભાઈ ચુડાસમાને હરાવીએ...
જય હિન્દ... જય હો જુનાગઢ...








