સુરતમાં સૂર્યપુત્રી તાપીમાં પ્રદૂષણ ફેલાવવાનું યથાવત, તાજિયાના અવશેષો નદીના કાદવ કીચડમાં રઝળ્યા
સુરતમાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદી લોકમાતા સમાન છે. ત્યારે થોડા દિવસ

સુરતમાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદી લોકમાતા સમાન છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ જેનો જન્મદિવસ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. તે તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવવાનું યથાવત રહેવા પામ્યું છે. ત્યારે બે દિવસ અગાઉ મોહરમના તહેવારમાં નીકળેલા તાજિયાને તાપી નદીમાં ફેંકી દેવાયા હોવાનું સામે આવ્યું છે. તાજીયાના અવશેષો છૂટા પાડી તાપી નદીમાં ફેંકાયા હતાં.
એનજીટી પણ આકરા પાણીએ
તાજીયા કાદવ-કીચડ વચ્ચે રઝળતા છોડી દેવાયા હતાં. ચોક બજાર, ડક્કા ઓવારાના કિનારે તાજીયાના અવશેષો દેખાયા હતાં. તાપી કિનારે ઠેર-ઠેર થર્મોકોલ વેસ્ટનો ઢગલો થઈ ગયો હતો. તાપી નદીમાં ધર્મના નામે ગંદકી ઉમેરાઈ રહી છે. તાપી નદીના શુદ્ધિકરણના નામે ૯૫૦ કરોડથી દીધી વધુ રકમનું અત્યાર સાથે સુધી આંધણ થઈ ચૂક્યું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પણ આકરા પાણીએ છે. તેમ છતાં તાપી નદીમાં ગંદકી યથાવત રહેવા પામી છે.
દંડ કરવાની માગ
સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ કહ્યું કે, ગણેશ સંગઠનોથી લઈને તમામે શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરે છે. તેમ છતાં ધાર્મિક તહેવારમાં જે રીતે શુદ્ધતા ન રખાઈ તે દુઃખની બાબત છે. તાપીને સ્વચ્છ રાખવાની જવાબદારી તમામની છે. જેથી પ્રસાશને મનાઈ ફરમાવી હોવા છતાં શુદ્ધતા નથી જળવાઈ ગંદકી કરનારને દંડ ફટકારવા જોઈએ.








