ડભોઈના કુબેર ભંડારી મંદિરના વિવાદમાં રાજકારણની એન્ટ્રી, મંદિરમાંથી પૂજારીઓને કરાયા છૂટા
વડોદરાના ડભોઇ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિરમાં છેલ્લા સપ્તાહથી

વડોદરાના ડભોઇ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિરમાં છેલ્લા સપ્તાહથી વિવાદ ચાલી રહ્યો છે. મંદિરનાં ટ્રસ્ટી મંડળનો વિવાદ ચાલી રહ્યો હોવાથી પંચાયતી અખાડા નિરંજની ટ્રસ્ટનાં 2 સંતો અને સ્થાનિક 3 ટ્રસ્ટીઓ વચ્ચેનાં વિવાદે મંદિરના પૂજારીઓ ભોગ લીધો. મંદિરના પૂજારીઓને અમાસનાં દિવસે છૂટા કરી મંદિરની બહાર કાઢી મુકાયા હોવાના આક્ષેપ સાથે અમાસનાં દિવસે ભારે વિવાદ જોવા મળ્યો હતો.
ધારાસભ્ય શૈલેષ મહેતાએ મંદિરના કપાટ ખોલ્યા
વિવાદ બાદ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મંદિરનાં કપાટ ખોલાયા બાદ પૂજારીઓ સાથે બેઠક થતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ પૂજારીઓ હજી પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સુખદ નિરાકરણ આવે તેવી રાહ જોઈ પૂજારીઓ પરીક્ષા કરી રહ્યા છે. જોકે સમગ્ર બાબતે ભાજપના જ બે નેતાં શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય અને પરિન્દુ ભગત ઉર્ફે કાકુજી આ વિવાદમાં આમને-સામને આવી ગયાની વાત હવા વેગે વહી રહી છે.
મંદિરની જમીનને લઈને ચાલી રહ્યો છે વિવાદ
ડભોઇ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી મંદિર ની જમીનને લઈ પંચાયતી અખાડા નિરંજની ટ્રસ્ટનો વર્ષોથી વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો નવું ટ્રસ્ટી મંડળ બનાવા વર્ષ 2023માં પંચાયતી અખાડા નિરંજની ટ્રસ્ટ તરફે હુકમ આવ્યો હતો. જે બાદ 5 ટ્રસ્ટી નવા બન્યા અખાડાનાં 2 અને સ્થાનિક 3 ટ્રસ્ટી નિમાયા હતા. છેલ્લા સપ્તાહથી મંદિરના ટ્રસ્ટીઓમાં કેટલીક બાબત વ્યવસ્થા અને સંચાલનને લઈ ચાલી રહ્યો છે તેવામાં બે દિવસ પૂર્વે આ વિવાદ વકર્યો હતો અને ચેરિટી કમિશનર દ્વારા વચગાળાનો હુકમ કરવામાં આવ્યો હતો.
પૂજારીઓને મંદિરમાંથી કરાયા છૂટા
જેમાં હાલના ટ્રસ્ટીઓ કોઈ પણ વ્યવસ્થા અને સંચાલન આગામી 11મી એપ્રીલ સુધી કરી ના શકે તે માટે હુકમ થયો હતો. જ્યારે મંદિરની પેટીઓ બદલી હોવાને લઇ દિનેશ ગિરિ મહારાજ દ્વારા શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ચેરીટેબલ ટ્રસ્ટની દાન પેટીઓ ચેરિટી કમિશનર દ્વારા સિલ કરાઈ હતી જે મંદિર કરનાળી ગામમાં આવેલ હોવાનું જણાવ્યું હતું. બાબતે મંદિર વિવાદને લઇ હાલ તો મંદિરના પૂજારીઓ જે વર્ષોથી પૂજા કરતા આવ્યા હોવાથી તેમને છુટ્ટા કરી દેવાતા વિવાદ વધુ વકર્યો હતો. ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા વિવાદ વચ્ચે અમાસના દિવસે ભક્તો જે દર્શનથી વંચિત ના રહેવું પડે તે માટે રાત્રીના 12 કલાકે મંદિરના કપાટ ખોલી નાખ્યાં હતાં. તે બાદ પૂજારીઓ સાથે બેઠક કરી સુખદ સમાધાનની હૈયાધારણ આપતાં પૂજારીઓ શાંત થયા હતા.
ધારાસભ્ય અને ટ્રસ્ટી આવ્યાં આમને સામને
જોકે હવે પૂજારીઓને દર્શન માટે પણ રોકતા પૂજારીઓને દુઃખદ લાગણી અનુભવી પડી રહી છે. પૂજારી તુષાર ભટ્ટ સહિત નાઓ દ્વારા શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય સુખદ અંત લાવે તેવી આશા રાખી રહ્યા છે સમગ્ર વિવાદમાં મંદિરના સ્થાનિક ટ્રસ્ટી પરિન્દુ ભગત અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આમને સામને આવી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નીરંજની ટ્રસ્ટ ને ધારાસભ્ય સાથ આપતા હોવાને લઇ સમગ્ર વાત ચર્ચામાં આવી છે પરંતુ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ભક્તો અને ગામના વિકાસ માટે અગ્રેસર રહેવાનું ટેલીફોનીક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું. હવે સમગ્ર વિવાદનો અંત ક્યારે આવશે તે જોવાનું રહ્યું.








