મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પોલીસની ગાંધીગીરી, વર્ષના છેલ્લા દિવસે વાહનચાલકોને ગુલાબ આપી હેલમેટનું મહત્વ સમજાવ્યું

સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ-પાલિકા સહિતના તંત્ર સાથે યોજેલી સ

સુરત પોલીસની ગાંધીગીરી, વર્ષના છેલ્લા દિવસે વાહનચાલકોને ગુલાબ આપી હેલમેટનું મહત્વ સમજાવ્યું

સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ-પાલિકા સહિતના તંત્ર સાથે યોજેલી સંકલન બેઠકમાં ટ્રાફિકના નિયમો અંગે નવા વર્ષથી કડકાઈ કરવા કહેવાયું હતું. ત્યારે આજે સુરત ટ્રાફિક પોલીસે ગાંધીગીરી કરી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપીને હેલ્મટે પહેરવા તથા ટ્રાફિકના નિયમોના પાલન અંગે સમજ આપવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ સુરતમાં પત્ની-પુત્રના હત્યારાનો ફરી આપઘાતનો પ્રયાસ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે તે અગાઉ કાચથી કાપ્યું ગળું

સૂચના પછી ગાંધીગીરી

ટ્રાફિકના નિયમ પાલન અંગે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. નવા વર્ષ 2025 માં સુરત પોલીસ ટ્રાફિક નિયમના પાલનને અભિયાન સ્વરૂપે લેશે. વર્ષના છેલ્લા દિવસે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજાવ્યા હતાં. હેલમેટ ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજ આપવામાં આવી હતી. ગતરોજ ગૃહ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં પોલીસની મળેલી બેઠકમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા સુચના આપી છે.

હેલમેટ પહેરવા પ્રોત્સાહન

વાહન ચાલકોને ફરજિયાત હેલમેટના કયદનું પાલન કરવા ટ્રાફિક પોલીસને સૂચના અપાઈ છે. વર્ષના છેલ્લા દિવસે ગુલાબ આપી સમજાવવામાં આવ્યાં છે. ગુલાબનું ફૂલ આપી વાહન ચાલકોને હેલમેટ પહેરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. નવા વર્ષથી હેલમેટ સહિત ટ્રાફિકના નિયમોનું કડક પણે પાલન કરવા પોલીસ સખત વલણ અપનાવશે. સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી સહિતના અધિકારી દ્વારા રસ્તા પર ઉતરી વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પાળવા સમજાવ્યા છે.

આ સમાચાર શેર કરો