મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રોંગ સાઈડ જતાં વાહન ચાલકો હવે ચેતી જજો! પોલીસ ચલાવે છે આ ખાસ ગન

સુરતમાં વાહનચાલકોને નિયમનું પાલન કરાવવા માટે ટ્રાફિક સિગ્નલ ઉભા કરાયા છે

રોંગ સાઈડ જતાં વાહન ચાલકો હવે ચેતી જજો! પોલીસ ચલાવે છે આ ખાસ ગન

સુરતમાં વાહનચાલકોને નિયમનું પાલન કરાવવા માટે ટ્રાફિક સિગ્નલ ઉભા કરાયા છે. ત્યારે ટ્રાફિક સિગ્નલની ઝંઝટમાંથી બચવા અમૂક વાહનચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવતા પણ અચકાતા નથી. ત્યારે આવા વાહનચાલકોની સામે પોલીસે લાલ આંખ કરી છે. સાથે જ દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

3 દિવસથી કાર્યવાહી

સુરત શહેર પોલીસ દ્વારા રોંગ સાઈડ જનાર ઓવર સ્પીડ જનાર અને નો પાર્કિંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ કરી છે. શહેર પોલીસ કમિશનરની સૂચના બાદ ત્રણ દિવસથી ટ્રાફિક વિભાગની અલગ અલગ વિસ્તારમાં ડ્રાઇવ કરવામાં આવી રહી છે.સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા શહેરમાં રોંગ સાઈડ જનાર 1500થી વધુ વાહન ચાલકો સામે દંડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ઈ ચલણથી દંડની કાર્યવાહી

સ્પીડગણ દ્વારા ઓવર સ્પીડમાં જનાર વાહન ચાલકોને ઈ ચલણ દ્વારા દંડ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નો પાર્કિંગમાં પાર્કિંગ કરનાર 2000થી વધુ વાહન ચાલકો સામે દંડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્પીડ ગનના રોજેરોજ આશરે 1400 જેટલા કેસો સામે આવી રહ્યા છે.  ટ્રાફિક વિભાગ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી રહી છે. રોંગ સાઈડ ન જાવો અને વાહન ઓવરસ્પીડથી ન હંકારો તેવો મેસેજ પણ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો