ગુજરાતના આ પોલીસ સ્ટેશનનો દેશમાં આવ્યો પહેલો નંબર, કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્રોફિથી કર્યુ સન્માન
ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્

ઓડિશાના ભુવનેશ્વરમાં ડીજીપી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ આજે સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના નામની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશભરમાંથી પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો. ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફિ એનાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃકાળજાના કટકા સમી દીકરીની પિતાએ કરી હત્યા, સુરતમાં ઘરકામ બાબતે ઝઘડો થતાં ઉતારી મોતને ઘાટ
2019 બાદ ગુજરાતને સન્માન
ત્રણ દિવસીય ડીજીપી સંમેલનના પ્રથમ દિવસે દેશના સર્વશ્રેષ્ઠ ત્રણ પોલીસ સ્ટેશનને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જેમાં ગુજરાતના સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનનો પ્રથમ ક્રમ આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રાલયની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની કામગીરીને સૌથી વધુ માર્ક મળ્યા હોવાથી આ સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લે 2019માં આ પ્રકારના કોઈ પોલીસ સ્ટેશનનો નંબર આવ્યો હતો. ત્યારે પાંચ વર્ષ બાદ ફરીથી ગુજરાતના પોલીસ સ્ટેશનને સન્માન મળતાં ગુજરાત પોલીસ બેડામાં હરખની લાગણી જોવા મળી રહી છે.
તમામ કામગીરીના આધારે નંબર
એવોર્ડ સ્વીકારનાર ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.સી. ગોહિલે કહ્યું કે, એનસીઆરબી દિલ્હી દ્વારા સમગ્ર સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે. મારા 14 વર્ષના કરિયરમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં છું. અમારી કામગીરીમાં અમે 17 જેટલા નાસતા ફરતાં આરોપીઓને ઝડપી લેવાની સાથે સાથે ટ્રક ચોરી સહિતના ગુના ઉકેલવા, પ્રોહિબિશનની કામગીરી, લોકોમાં પણ નોંધ લેવાઈ હતી. આ સિવાયના સર્વેના ઘણા બધા મુદ્દાઓમાં અમારા પોલીસ સ્ટેશનની કામગીરી સરાહનિય રહી હોવાથી કદાચ અમારો નંબર આવ્યો હોય શકે છે.








