મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિવાળીએ અસામાજિક ત્તત્વોના ફટાકડા થયા સૂરસૂરિયાં, સુરતમાં પાસા હેઠળ પોલીસે 25ને મોકલ્યા રાજ્યની અલગ અલગ જેલમાં

સુરતમાં છાસવારે માથુ ઊંચકતા અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. તેમ છતાં ફરી કાયદ

દિવાળીએ અસામાજિક ત્તત્વોના ફટાકડા થયા સૂરસૂરિયાં, સુરતમાં પાસા હેઠળ પોલીસે 25ને મોકલ્યા રાજ્યની અલગ અલગ જેલમાં

સુરતમાં છાસવારે માથુ ઊંચકતા અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. તેમ છતાં ફરી કાયદાને તોડનારા 25 સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ વખતે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામીને 25ને રાજ્યની અલગ અલગ જેલમાં સુરતથી ખસેડી દીધા છે. જેથી છાસવારે કાયદાનું ઉલ્લંઘન કરનારા આ તત્વોના ફટાકડા દિવાળીએ જ સૂરસૂરિયાં સાબિત થઈ ગયા છે.

ખંડણીખોર પણ ઝપેટમા

ખૂનની કોશિશ, ગાયોની કતલ કરનાર, ગેરકાયદેસર નાણા ધીરધારની પ્રવૃત્તિ, ખંડણી ઉઘરાવવાના, મહિલાની છેડતી, મારામારી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, વાહનચોરી તેમજ દેહવ્યાપારના ગુનાઓમાં તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં પકડાયેલા કુલ 25 અસામાજિક તત્વોને છેલ્લા ચાર દિવસમાં પાસા હેઠળ કાર્યવાહી કરી રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. જેમાં વારંવાર ખંડણી માગવાના ગુના આચરતા માથાભારે શખસોની છાપ ધરાવતા સુજાઉદીન ઉર્ફે સજ્જુ બાપુ ઇલ્મોદીન સૈયદ (કાદરી) તેમજ વસીમ ઉર્ફે પાર્સલ કરીમભાઈ શેખ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

તમામ ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા

દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં પોલીસ એલર્ટ મોડમાં છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે તો બીજી તરફ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ગુનાહિત પ્રવૃતિઓમાં પકડાયેલા કુલ 25 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ અટકાયત કરી રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો