મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:બુટલેગરના ઘરમાં પોલીસે રેડ કરી, એવી એવી જગ્યાએથી બોટલો નીકળી કે પોલીસ પણ....

ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે બુટલેગરો દ્વારા દારૂને છુપાવવા માટે અવનવા કીમિયા અપનાવવામાં આવ

VIDEO:બુટલેગરના ઘરમાં પોલીસે રેડ કરી, એવી એવી જગ્યાએથી બોટલો નીકળી કે પોલીસ પણ....

ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે બુટલેગરો દ્વારા દારૂને છુપાવવા માટે અવનવા કીમિયા અપનાવવામાં આવતા હોય છે. ત્યારે સુરતમાં એક બુટલેગરે પોતાના ઘરને જ દારૂનું ગોડાઉન બનાવી દીધું હોય તેવું સામે આવ્યુ હતુ. બુટલેગરે પોતાના ઘરમાં જ્યાં હાથ નાખો ત્યાંથી દારૂની બાટલી મળે તે રીતે પોતાના ઘરને દારૂનો અડ્ડો બનાવી દીધો હતો. જેથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ફિલ્મી સ્ટાઈલમાં દારૂ છુપાવ્યો

ઉધના પોલીસને મળેલી બાતમીના આધારે બુટલેગર પંકજ રાણાના ઘરમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પહેલી નજરે તો પોલીસને કશું જ હાથ લાગ્યું નહોતું. પરંતુ ત્યારબાદ એક પછી એક સ્વીચ બોર્ડ, કબાટ, ફર્નિચર સહિતની વસ્તુઓ આડેથી પોલીસને દારૂની બોટલો મળી રહી હતી. આ સિવાય છત ઉપર રાખવામાં આવેલા એસીના કમ્પ્રેસર આડેથી પણ દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી.

લિસ્ટેડ બુટલેગર સામે 23 ગુના

પોલીસે સમગ્ર દરોડામાંથી 66,300ના દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સૌરવ બિહારી નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પંકજ રાણા લીસ્ટેડ બુટલેગર હોવાનું સામે આવ્યું છે. અને તેની સામે અલગ અલગ પોલીસ મથકમાં 23 જેટલા ગુના અગાઉ નોંધાઇ ચૂક્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો