મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : ખોખરા પોલીસ સ્ટેશનના સ્વર્ગસ્થ પોલીસ કોન્સ્ટેબલના પરિવારને પોલીસ કર્મચારીઓએ રૂ.7,25,000ની આર્થિક મદદ કરી

અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમા

AHMEDABAD : ખોખરા પોલીસ સ્ટેશનના સ્વર્ગસ્થ પોલીસ કોન્સ્ટેબલના પરિવારને પોલીસ કર્મચારીઓએ રૂ.7,25,000ની આર્થિક મદદ કરી

અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ચનાભાઈ સોલંકીનું ગઈ તારીખ 27-04-2024ના રોજ હૃદયરોગના કારણે અકાળે અવસાન થયું હતું જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન-5 બળદેવ દેસાઈ દ્વારા મરણ જનાર અરવિંદભાઈના પરિવારને શક્ય તેટલી આર્થિક મદદ કરવા માટે પોલીસ સ્ટાફબે સૂચના આપી હતી.

ઝોન-5 હસ્તકના પોલીસ સ્ટેશન તેમજ વિશેષ કરીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કર્મચારી અને અધિકારીઓએ કુલ રૂપિયા 7,25,000ની આર્થિક મદદ કરી છે અને આજરોજ નાયબ પોલીસ કમિશનર ઝોન -5 બળદેવ દેસાઈના હસ્તે સ્વ.અરવિંદભાઈના ઘરે જઈ અને તેમના ધર્મપત્ની તેમજ તેમના પિતાજીના હાથો હાથ ઉપરોક્ત મૂડી આપી છે.

અરવિંદભાઈને એક જ પુત્ર છે જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જય સોમનાથ સ્કૂલમાં ધોરણ-3માં અભ્યાસ કરે છે. ખોખરા પીઆઇ એન. કે. રબારી દ્વારા ઉપરોક્ત શાળાના ટ્રસ્ટીઓને મળીને સ્વ.અરવિંદભાઈના પુત્રને ધોરણ-12 સુધી અડધી ફી કરાવી આપી છે અને એ ફી ભરવાની જવાબદારી ખોખરા PI એન કે રબારીએ પોતે લીધી છે. તદુપરાંત તેમના પરિવારને કંઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો એ આપવા માટે પણ જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો