મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ પોલીસ શરમ કરો! હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજા, બહાર પોલીસકર્મીઓની શરાબ પાર્ટી

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અમદાવાદમાં શહેર પોલીસનો દીવા તળે જ અંધ

અમદાવાદ પોલીસ શરમ કરો! હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજા, બહાર પોલીસકર્મીઓની શરાબ પાર્ટી

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે અમદાવાદમાં શહેર પોલીસનો દીવા તળે જ અંધારા જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં નવી શહેર પોલીસ કમિશનરની કચેરી સામે જ પોલીસ કર્મચારીઓ જાહેર રોડ ઉપર દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓએ જ ઉડાડી દારૂની છોળો

અમદાવાદમાં એક તરફ વિજયા દશમી પર્વની ઉજવણીમાં ઉચ્ચ અધિકારીઓ પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર હતા. બીજી તરફ કેટલાક પોલીસ કર્મચારીઓ પોલીસ કમિશનર કચેરીની સામે જ જાહેર રોડ ઉપર દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા હતા.

પોલીસ કમિશનર કચેરીની સામે જ દારૂની મહેફિલની છોળો ઉડતી જોવા મળતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. સરકાર એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તેવી મોટી મોટી વાતો કરે છે પણ પોલીસ કર્મચારીઓએ જ જાહેરમાં દારૂની મહેફિલ માણી આ પોલ ખોલી નાખી છે. દારુ પકડનારા જ જો દારૂની મહેફિલ માણતા હોય તો પછી અન્ય લોકો સામે તો શું સવાલ જ થાય?

પોલીસ કર્મચારીઓ જાહેરમાં રસ્તા પર ચા પીતા હોય તેમ દારુ પીતા જોવા મળ્યા હતા. આ પોલીસ કર્મચારીઓ પાસેથી દારૂની કેટલીક બોટલ પણ મળી આવી હતી.જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું?

પોલીસ કમિશનર કચેરી ખાતે કમિશનર સહિતના અધિકારીઓ હાજર હતા

અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરી ખાતે વિજયા દશમી દરમિયાન શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકે શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન શહેરના તમામ IPS અધિકારીઓ પણ હાજર હતા. આ દરમિયાન જ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની સામે જ કેટલાક પોલીસ કર્મી જાહેરમાં દારૂની મહેફિલ માણતા જોવા મળતા કેટલાક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

આ સમાચાર શેર કરો