મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: પોલીસ સ્ટેશનના CCTV ન આપનારા પોલીસ અધિકારીઓ દંડાશે, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત રાજ્યના માહિતી આયોગે ખાસ આદેશ જાહેર

Gujarat news: પોલીસ સ્ટેશનના CCTV ન આપનારા પોલીસ અધિકારીઓ દંડાશે, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત  રાજ્યના માહિતી આયોગે ખાસ આદેશ જાહેર કર્યો છે, મળતા અહેવાલ પ્રમાણે  પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ન આપનારા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આદેશનું પાલન ન કરનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ થશે.

DGPને CCTV ફૂટેજ સાચવવા નવો પરિપત્ર જારી કરવા સૂચના અપાઈ 

શહેરના કોટડા પોલીસ સ્ટેશનના સંદર્ભમાં આ આદેશ આપવામાં આવ્યો છે. DGPને CCTV ફૂટેજ સાચવવા નવો પરિપત્ર જારી કરવા સૂચના અપાઈ છે. હાઇકોર્ટે પણ CCTV સાચવવા આદેશ કર્યા છે. જો અધિકારીઓ ફૂટેજ ન આપે કે વીડિયો ડિલીટ થયાનું કહે, તો દંડ અને શિક્ષાની ચીમકી આપવામાં આવી છે.

ઑક્ટોબર-2024માં અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ મેળવવા એક આરટીઆઈ (RTI for CCTV Footage) ફાઈલ કરવામાં આવી હતી.  આ RTIનો  મામલો માહિતી આયોગમાં પહોંચ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  પોલીસે એક મુદ્દત મેળવ્યા બાદ CCTV રેકૉડિંગ ટેકનિકલ ક્ષતિના કારણે ડીલીટ થઈ ગયા છે તેવી રજૂઆત કરી હતી.

અધિકારીઓેને સીસીટીવી ફૂટેજ સંદર્ભે પુનઃ પરિપત્ર કરવા પણ જણાવ્યું

આ મામલે રાજ્ય માહિતી આયોગના કમિશનરે એક હુકમ કર્યો છે. જેમાં તેમણે ઘટનાના 30 દિવસની અંદર RTI થાય તો સંબંધિત CCTV ફૂટેજ સાચવી રાખવા નહીં તો ખાતાકીય તપાસ અને દંડની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. રાજ્ય પોલીસ વડાને તાબાના અધિકારીઓેને સીસીટીવી ફૂટેજ સંદર્ભે પુનઃ પરિપત્ર કરવા પણ જણાવ્યું છે

આ સમાચાર શેર કરો