ભાવનગર: ફટાકડા ફોડવા મામલે ડોક્ટરની હત્યાનો મામલો, સગીર સહિત 6 હત્યારાઓને પોલીસે દબોચ્યા
ભાવનગરમાં એરપોર્ટ રોડના બાલયોગી નગરમાં દિવાળીની મધરાત્રિએ ફટાકડા ફોડવા બાબતે ડોક્ટર શિવરાજ લાખાણીની હત્યા કરનાર કિ

ભાવનગરમાં એરપોર્ટ રોડના બાલયોગી નગરમાં દિવાળીની મધરાત્રિએ ફટાકડા ફોડવા બાબતે ડોક્ટર શિવરાજ લાખાણીની હત્યા કરનાર કિશન ઉર્ફે કે પી પરસોતમભાઈ ડગળા, પ્રકાશ ઉર્ફે પકો રાજુભાઈ ખોખર, ભાવેશ ઉર્ફે ભાવિન વિજયભાઈ પંડ્યા,ચિરાગભાઈ ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ રાઠોડ, દેવ ઉર્ફે અગુ લાલાભાઇ ચુડાસમા સહિત સગીરને પોલીસે દબોચી લીધા છે. ફટાકડા ફોડવાની ના પાડતા ડોક્ટર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પિતાને બચાવવા જતા પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ફટાકડા ફોડવાની ના પાડતા ડોક્ટર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો
શહેરના એરપોર્ટ રોડ પર આવેલ સોમનાથ રેસીડેન્સી ખાતે રહેતા યુવાન અને તેની મિત્ર કારમાં ડીઝલ પુરાવવા માટે જતા હતા તે દરમિયાન યોગીનગર ખોડીયાર પાન સેન્ટર પાસે રોડ ઉપર સાત શખ્સો અડચણ ઉભું કરીને નાચ-ગાન કરી રહ્યા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર: વઢવાણ-લખતર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, ટ્રક ચાલક આધેડને ફંગોળીને ફરાર
પુત્રની નજર સામે જ પિતાની હત્યા
યુવાને હોર્ન વગાડી દૂર જવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ ગાળો આપી કાર પર પથ્થર મારો કરી યુવાનને માર માર્યો હતો.યુવાને પિતાને ફોન કરીને બોલાવ્યા ત્યારે સાતેય શખ્સોએ યુવાનના પિતાને ઘેરી લીધા હતા. આધેડને લોખંડના પાઇપ અને છરીના ઘા ઝીંકી મોત નિપજાવી નાસી છૂટયા હતા.






