મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ખાડી પૂરમાં ફસાયેલાના સ્થળાંતર માટે પોલીસે કમર ડૂબમાં પાણીમા ઉભા રહી કરી આવી વિનંતી

સુરત હાલ ખાડીપુરમાં ડૂબી રહ્યું છે. ત્યારે ખાડીઓની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમા

સુરતમાં ખાડી પૂરમાં ફસાયેલાના સ્થળાંતર માટે પોલીસે કમર ડૂબમાં પાણીમા ઉભા રહી કરી આવી વિનંતી

સુરત હાલ ખાડીપુરમાં ડૂબી રહ્યું છે. ત્યારે ખાડીઓની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાણીમાં ડૂબેલા મકાનમાંથી લોકોને સહી સલામત સ્થળાંતર કરાવવા માટે પોલીસ તંત્રને મદદ લેવામાં આવી રહી છે. 

સલામત સ્થળે ખસી જવા વિનંતી

પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકોનું સહી સલામત સ્થળાંતર થાય તે માટે પાણીમાં ઉતર્યા છે. ખટોદરા પોલીસ મથકના પીઆઇ રબારી પણ ખાડીઓનો માહિતી આપવા કમર ડૂબ પાણીમાં ઊભા રહીને માઇક પરથી એનાઉન્સ કરતા જોવા મળ્યા હતા. પોલીસ લોકોને કહી રહ્યા છે કે,જો નહીં ખશો તો તમને બળજબરી ખસેડવામાં આવશે. તમારા રહેવા અને જમવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. માલ સામાન માટે કોઈ એક વ્યક્તિ ઘરે રહી શકે બાકીના બાળકો અને સ્ત્રીઓ સલામત સ્થળે જાય તે પ્રકારની વિનંતી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રેસ્ક્યૂ કામગીરીમાં હાલ પોલીસને પણ મદદ લેવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો