Vadodra news: બહુચર્ચિત રક્ષિત કાંડ મામલે પોલીસે દાખલ કરી ચાર્જશીટ, નશામાં ધૂત નબીરાએ ચઢાવી દીધી હતી લોકો પર કાર
વડોદરામાં 13 માર્ચની રાત્રે નશો કરી 140ની ઝડપે ફોક્

વડોદરામાં 13 માર્ચની રાત્રે નશો કરી 140ની ઝડપે ફોક્સવેગન કાર દોડાવી રક્ષિત ચોરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જોકે, કેસમાં કારેલીબાગ પોલીસે છેક હવે ચાર્જશીટ તૈયાર કરી છે, જેને પોલીસ ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરશે.
140 હતી કારની સ્પીડ
આ ચાર્જશીટમાં પોલીસે અમુક મહત્ત્વની વાતનો ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટ અનુસાર, 5 સેકન્ડ સુધી રક્ષિત ચોરસિયાની કારની સ્પીડ 140 હતી. જોકે, ત્યારબાદ કારની મલ્ટી કોલિઝન બ્રેકિંગ સિસ્ટમ એક્ટિવ થઈ જતા કાર ઓટોમેટિક જ ઊભી રહી ગઈ હતી. ચાર્જશીટ મુજબ, રક્ષિતે બ્રેક પર પગ જ નહોતો મૂક્યો.
12 સાક્ષીઓના નિવેદન નોંધ્યા
નોંધનીય છે કે, પોલીસે આ કેસ અંતર્ગત મેજિસ્ટ્રેટે 12 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. મળતી માહિતી મુજબ, શરૂઆતમાં પોલીસ તેના મિત્ર પ્રાંશુ અને સુરેશને સાક્ષી બનાવવાના હતાં, જોકે બંનેએ ડ્રગ્સ લીધું હોવાના રિપોર્ટ પોઝિટિવ આવતા તે સાક્ષી બનવાની યોગ્યતામાં નહતાં તેથી તેમને સાક્ષી ન બનાવાયા.
રક્ષિતના મિત્રો પણ નશાની હાલતમાં
પોલીસે આ મામલે રક્ષિતના બંને મિત્રો સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી. પોલીસ અકસ્માત સમયનો વીડિયો પણ ફોરેન્સિક તપાસમાં મોકલ્યો હતો. જેનો પણ હવે રિપોર્ટ સામે આવી ગયો છે. હવે આ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવશે અને તેના આધારે કોર્ટની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.






