મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

થર્ટી ફર્સ્ટની રાતે નવસારી પોલીસનો સપાટો, 522 જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કર્યા કેસ

નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક

થર્ટી ફર્સ્ટની રાતે નવસારી પોલીસનો સપાટો, 522 જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કર્યા કેસ

નવસારી જિલ્લામાં પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પેટ્રોલિંગ કરાયું હતું. જેમાં નવસારી જિલ્લામાં આવતા જતાં તમામ પોલીસ મથકનાં ચેકપોસ્ટ ઉપર બાજ નજર રાખી હતી. દારૂના નશામાં વાહન ચલાવતા લોકોને બ્રેથ એનેલાઇઝર વડે તપાસ કરીને એક જ રાતમાં 522 જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવ્યાં હતાં. 

આ પણ વાંચોઃ સુરતમાં મધરાતે ઉગ્યો 'સૂરજ'! યુવાધન હિલોળે ચઢ્યું, પીધેલા માટે હોસ્પિટલમાં પણ કરાઈ વ્યવસ્થા

આંકડો હજારને પાર

નવસારી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાત્રીએ જાહેરમાં દારૂ પીને વાહન હાકનાર કુલ 541 વાહન ચાલકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે 11 લોકોને મુદ્દામાલ સાથે ઝડપ્યા છે.31stને દિવસે કેટલાક લોકો દારૂ પીને પાર્ટી કરવા સાથે બે જવાબદારી પૂર્વક વાહન હંકારતા હતાં. આ વખતે પણ અઠવાડિયા અગાઉ પોલીસે હાઇવે સહિતના ચેકપોસ્ટ ઉપર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 500 થી વધુ કેસ કર્યા છે, જેમાં થર્ટી ફર્સ્ટ ની રાત્રે સહિત અઠવાડિયા અગાઉ કરેલા કેસની સંખ્યા 1000 અને પાર પહોંચી છે.

541 વાહનચાલકો પીધેલા

નવસારી જિલ્લામાં 140થી વધુ ફાર્મ હાઉસ આવ્યા છે. તેના સંચાલકો સહિત હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો પોલીસે 31st અગાઉ મીટીંગ કરી હતી. 31st દરમિયાન હોટલોમાં દારૂની મહેફીલ માણી શકાશે નહીં તેવી ચીમકી અગાઉ ઉચ્ચારવામાં આવી હતી. ગતરાત્રિએ જિલ્લાના તમામ ચેકપોસ્ટ અને નાકા ઉપર નવસારી જિલ્લા પોલીસ સહિત અધિકારીની ટીમ બ્રેથ એનેલાઇઝર સાથે વાહન ચાલકોને ઊભા રાખી દારૂ પીધો છે કે કેમ તેની ચકાસણી કરી હતી. જેમાં 541 જેટલા વાહન ચાલકો પીધેલી હાલતમાં વાહન અંક કરતા ઝડપાયા હતા. જેની સામે કાયદેસરના પગલાં લઈ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો