મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : બોપલમાં બે બિલ્ડરો સામે નોંધાઈ 3.33 કરોડની છેતરપિંડીની બે ફરિયાદ, જાણો શું છે મામલો

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં દુકાન અને ફ્લેટ વેચવાના નામે 3.33 કરોડની

અમદાવાદ : બોપલમાં બે બિલ્ડરો સામે નોંધાઈ 3.33 કરોડની છેતરપિંડીની બે ફરિયાદ, જાણો શું છે મામલો

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં દુકાન અને ફ્લેટ વેચવાના નામે 3.33 કરોડની છેતરપિંડી કરનાર બે બિલ્ડરો સામે બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી બિલ્ડરોએ મકાન અને દુકાન વેચીને ફરિયાદીને છેતર્યા હતા, મકાન અને દુકાન આ બિલ્ડરના હતા જ નહીં. 

આરોપીઓની વિગત 

  • જયદીપ કેતનભાઈ કોટક - રહે. F-702, એપલવુડ ટાઉનશીપ, શેલા, અમદાવાદ 
  • હિરેન અમૃતલાલ કારીયા - રહે. 401, એવરસાઈન એપાર્ટમેન્ટ, પાર્ક એવેન્યુ પાસે, જલારામ સોસાયટી, જુનાગઢ 

આરોપીઓએ પ્રિવિલોન બિલ્ડકોનના નામે કરી છેતરપિંડી 

આરોપીઓ જયદીપ કોટક અને  હિરેન કારીયાએ ભેગા મળી પુર્વઆયોજીત કાવતરું રચી પ્રીવીલોન બીલ્ડકોન એલ.એલ.પી નામની ભાગીદારી પેઢી બનાવી હતી. આ પેઢીના નામે ખોટો પ્રચાર કર્યો હતો કે તેમણે ઘુમા ગામની સીમ સર્વે નં. 632-A  વાળી ખુલ્લી જમીન પોતાના માલીકીની રાખી છે. આ જમીન પણ નીચે દુકાન અને તેના પર 22 માળની ફ્લેટની યોજના બનાવવાની હોવાની જાહેરાતો કરતા બોર્ડ લગાવ્યા હતા. આરોપીએ લોકોને વિશ્વાસમાં લેવા માટે સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં પણ ખોટી જાહેરાતો ફરતી કરી હતી. 

ફ્લેટ અને દુકાન વેચવાના નામે 2 કરોડ 23 લાખની છેતરપિંડી 

આરોપીઓ જયદીપ કોટક અને  હિરેન કારીયાએ સાણંદમાં રહેતા 65 વર્ષીય ભાવેશભાઈ ભોગીભાઈ રવાણી સાથે ફ્લેટ અને દુકાન વેચવાના નામે 2 કરોડ 23 લાખની છેતરપિંડી કરી છે. આરોપીઓએ ઘુમાની નકલી સાઈટ પર ‘રિચમન્ડ બાય પ્રીવીલોન’ નામની 22 માળની નકલી સ્કીમમાં ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાન પેટે 56 લાખ અને એક ફ્લેટ પેટે 1 કરોડ 67 લાખ 86 હજાર એમ કુલ મળી 2 કરોડ 23 લાખ રકમ રોકડ, ચેક અને RTGS મારફતે પડાવી લીધા હતા. આરોપીએ આ મિલ્કતોના નકલી દસ્તાવેજો પણ ખરીદનારને આપ્યા હતા અને  બાદમાં નકલી સ્કીમના બોર્ડ રાતોરાત ઉતારી લીધા હતા. 

નાણા પરત માંગતા હત્યાની ધમકી આપી 

ફરિયાદી ભાવેશભાઈ રવાણીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા તેમણે જયદીપ કોટક અને  હિરેન કારીયા પાસે પોતાના નાણા પરત માંગ્યા હતા. ત્યારે આ બંનેએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી નાણા પરત ન કરતા ભોગ બનનાર ભાવેશભાઈ રવાણીએ બંને વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને હત્યાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો