મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં ડો.બિંદિયા બોખાણી આપઘાત કેસમાં દોઢ વર્ષ બાદ બે ડોક્ટરો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજકોટમાં ડોક્ટર બિંદિયા બોખાણી આપઘાત મામલે પરિવારજનોએ કોર્

રાજકોટમાં ડો.બિંદિયા બોખાણી આપઘાત કેસમાં દોઢ વર્ષ બાદ બે ડોક્ટરો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજકોટમાં ડોક્ટર બિંદિયા બોખાણી આપઘાત મામલે પરિવારજનોએ કોર્ટના દ્વારા ખટખડાવતા દોઢ વર્ષ બાદ બે ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં મૌલિક ઉર્ફે મીત જોબનપુત્રા અને પાર્થ જોબનપુત્રા નામના ડોકટરો વિરુદ્ધ  IPC 306 અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 

24 મે 2023ના રોજ કર્યો હતો આપઘાત

ખાનગી હોસ્પિટલમાં કામ કરતી 25 વર્ષીય ડો.બિંદિયા બોખાણીએ 24 મે 2023 મોડી રાત્રે માધાપર ચારરસ્તા પાસેના તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ડો. બિંદિયા બોખાણી  છેલ્લા એક વર્ષથી સિનર્જી હોસ્પિટલના ઓપીડી અને ઈમરજન્સી વિભાગમાં કામ કરતી હતી.

જોકે તેણે સુસાઈડ નોટમાં કોઈને દોષી ઠેરવ્યા ન હતા અને માત્ર એટલું જ લખ્યું હતું, “ જિંદગીથી કંટાળી ગઈ છું. બધા ખુશ રહેજો, કોઈનો વાંક નથી.”

આ સમાચાર શેર કરો