મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: પીપળીયા ખાતેથી નકલી શાળા ઝડપાયાના 24 દિવસ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ 

Rajkot News : રાજકોટના કુવાડવાના માલિયાસણ પીપળીયા ગામમાંથી નકલી શાળા ઝડપાયાના 24

રાજકોટ: પીપળીયા ખાતેથી નકલી શાળા ઝડપાયાના 24 દિવસ બાદ નોંધાઈ પોલીસ ફરિયાદ 

Rajkot News : રાજકોટના કુવાડવાના માલિયાસણ પીપળીયા ગામમાંથી નકલી શાળા ઝડપાયાના 24 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગૌરી શાળાના આચાર્ય કાત્યાયની તિવારી સહિતના જવાબદાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કલમ 316(2), 318 અંતર્ગત  પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

છ વર્ષથી ધમધમતી હતી આ સ્કૂલ

રાજકોટમાં કુવાડવા તાલુકામાં આવેલા માલિયાસણ પીપળીયા ગામમાં જે પ્રિ-પ્રાયમરી સ્કૂલ પકડાય છે તે એક, બે નહીં પણ છેલ્લા છ વર્ષથી ધમધમતી હતી. આ ઉપરાંત ચોંકાવનારી વાત એ હતી કે આ સ્કૂલ દુકાનમાં ચાલતી હતી. 

લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો  ફૂટ્યો હતો ભાંડો

દુકાનમાં ક્લાસ બનાવીને માન્યતા વગર જ ગૌરી પ્રિ-પ્રાયમરી નામની સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા હતા. સ્કૂલમાં પહેલા ધોરણથી 10 ધોરણ સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. આ સ્કૂલમાંથી એક વિદ્યાર્થીએ લિવિંગ સર્ટિફિકેટ ન આપતા નકલી સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી રૂ.400, રૂ.500 અને રૂ. 800 એમ અલગ અલગ ફી ઉઘરાવવામાં આવતા હતા.  જોકે, શિક્ષણ વિભાગના અધિકારીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે શાખ બચાવવા માટે તાત્કાલિક દોડી ગયા હતા અને સ્કૂલને સીલ કરી દીધી હતી. જો કે આ સ્કૂલ સંચાલક આર.સી ધડુકે સ્કૂલ નહીં પણ ટ્યુશન ક્લાસ હોવાની વાત કહી હતી.

આ સમાચાર શેર કરો