મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ડ્રગ્સના વિરોધમાં પોલીસ કમિશનર ઉતર્યા રસ્તા પર, ડ્રગ્સ પેડલરોના નેટવર્કને તોડવા લોકોને કરી આ અપીલ

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિતે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધ

સુરતમાં ડ્રગ્સના વિરોધમાં પોલીસ કમિશનર ઉતર્યા રસ્તા પર, ડ્રગ્સ પેડલરોના નેટવર્કને તોડવા લોકોને કરી આ અપીલ

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિતે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. એસઓજી દ્વારા યોજીયેલી રેલીમાં તેઓ અગ્રેસર રહ્યાં હતાં. કમિશનરે જનજાગૃતિ રેલીનું નેતૃત્વ કરતાં લોકોને કહ્યું કે, આપણે ડ્રગ્સ મુક્ત શહેરને બનાવવાનું છે. જેથી પેડલરોના નેટવર્કને તોડવા માટે સહકાર અને બાતમી આપે. નશાની બદીમાં ફસાયેલાને ઉગારવા માટે પણ તેમણે હાકલ કરી હતી.

ડ્રગ્સની બદી દૂર કરવા અપીલ

SOG દ્વારા નો ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલ વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પોલીસ કર્મચારીઓએ વિવિધ બેનરો સાથે નીકળીને ડ્રગ્સનો વિરોધ કર્યો હતો. આ રેલીમાં શહેર SOGના DCP અને પીઆઇ અને પોલીસકર્મીઓ જોડાયા હતા. સાથે જ સમગ્ર શહેરમાંથી ડ્રગ્સની બદીને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

નશામાં સપડાયેલા લોકોને બહાર કાઢવા જરૂરી

પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે કહ્યું કે, આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે. ત્યારે અલગ અલગ થીમ પર લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ આપવામાં આવી રહ્યાં છે. બંધાણી નશો છોડે અને સામાજિક ધારામાં આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પેડલરોનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. નશામાં સપડાયેલાની વિગત પોલીસને આપવામાં આવશે તો તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે. જેથી શહેરને નશામુક્ત કરવામાં આવશે. તે માટે સહયોગ નાગરિકો આપે તેવી અપીલ પણ વધુમાં કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો