મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પોલીસ ઊંઘતી ઝડપાઈ, જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 39 ખેલીઓને ઝડપ્યા

સુરતમાં ઠેર ઠેર પોલીસની રહેમ નજર હેઠળ જુગાર ધમધમી રહ્યા છે ત્યારે મધરપુરા વિસ્તારમાં ચાલતા આવા જ

સુરત પોલીસ ઊંઘતી ઝડપાઈ, જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 39 ખેલીઓને ઝડપ્યા

સુરતમાં ઠેર ઠેર પોલીસની રહેમ નજર હેઠળ જુગાર ધમધમી રહ્યા છે ત્યારે મધરપુરા વિસ્તારમાં ચાલતા આવા જ જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 39 જેટલા જુગારીઓ સાથે સુરત પોલીસને ઊંઘતી ઝડપી લીધી હતી.

32 જેટલા વાહનો ઝડપાયા

મહીધરપુરા વિસ્તારમાં મોટાપાયે જુગાર ધામ ધમધમી રહ્યો હતો. આ અંગેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જુગાર રમવા વાહન લઇને જુગારીઓ આવતા હોય તે રીતે 32 જેટલા વાહનો, મોબાઇલ, રોકડ સહિત કુલ 1.31 લાખના કેશ સહિત 2.81 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો.

ક્લબ ચલાવનાર ફરાર

મહિધરપુરા સિનેમા રોડ ક્રિષ્ના ટોકીઝ પાસે રેડ કરવામાં આવી હતી. જેમાં હેન્ડલર કેશિયર વિજય નાથુ વસાવા સહિત 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જુગાર ક્લબ ચલાવનાર મુખ્ય આરોપી યુસુફ ગુલામ ખાન પઠાણ, ઇમરાન રઉફ શેખને વોન્ટેડ જાહેર કરાયા હતા. મહિધરપુરા પોલીસને ઊંઘતી રાખી એસએમસીએ જુગાર ક્લબ પકડી પાડતા સ્થાનિક પોલીસ પર શંકાની સોય તકાઈ રહી છે.

આ સમાચાર શેર કરો