મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડબ્રહ્મા/ 11 મહિનાના બાળકને પરિવારે જ વેચ્યું, પુત્રને વેચનાર પિતા-દલાલ સહિત ત્રણ ઝડપાયા

રાજ્યના ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામના કાશ્મીર બધા ગમારે તેના 11 મહિનાના બાળકને વેચવા

ખેડબ્રહ્મા/ 11 મહિનાના બાળકને પરિવારે જ વેચ્યું, પુત્રને વેચનાર પિતા-દલાલ સહિત ત્રણ ઝડપાયા

રાજ્યના ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામના કાશ્મીર બધા ગમારે તેના 11 મહિનાના બાળકને વેચવા માટે રૂ દોઢ લાખમાં સોદો કર્યો હતો. જે અંતર્ગત તારીખ 26ના રોજ 11 મહિનાના સગીર પુત્રને લઈ તેનો પિતા ખેડબ્રહ્મા આવ્યો હતો. જ્યાં શ્યામનગર ચારરસ્તા ખાતે મામેર ગામના દલાલ જયંતિભાઈ લુકાભાઈ ગામર મારફતે સિદ્ધપુરના ચાટાવાડા ગામના દલપક પુળાભાઈ રાવળને બાળકનું વેચાણ કર્યું હતું.

 11 મહિનાના બાળકનો 1.50 લાખમાં સોદો

જ્યારે અન્ય સ્થાનિક ઉપરાંત રાજસ્થાનના ઈસમોએ બાળકને વેચવાના સોદામાં મદદગારી કરી બાળકને વેચવા માટે એકત્ર થયા હતા. તે સમયે સ્થાનિક પોલીસે સગીર બાળક સાથે પિતા અને દલાલને ઝડપી લઈ લોકઅપમાં ધકેલી દીધા છે.

ફરાર આરોપીઓ

જંતિભાઈ લુકાભાઈ ગમાર (રહે. મામેર- રાજસ્થાન)
ભીખાભાઈ ઉર્ફે વિક્રમ આદિવાસી (રહે. જાડી સિમબ્લ, તા. ખેડબ્રહ્મા)
મનોજભાઈ ગમાર ( રહે બોડીયાનાતળાવ, તા. ખેડબ્રહ્મા)


પકડાયેલા આરોપીઓ


કાશ્મીર બધાભાઈ ગમાર (રહે. ખેડવા, ડેગરફળી, તા. ખેડબ્રહ્મા)
દલપતભાઈ ધુળાભાઈ રાવળ (રહે. ચાટાવાડા, તા સિદ્ધપુર. જિ. પાટણ)
દિપકભાઈ રમેશભાઈ ગમાર (રહે. મોવતપુરા, તા.પોશીના)

રાજસ્થાનના કેટલાક શખ્સોની સંડોવણી ખૂલી

બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયા પછી રાજસ્થાનના કેટલાક શખ્સોની સંડોવણી ખૂલી હોવાથી તેમની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે. કન્યા વિક્રયના ધંધાથી અગાઉ પંકાયેલા ખેડબ્રહ્મા તાલુકામાંથી બાળ તસ્કરીનું રેકેટ ઝડપાતાં સનસનાટી મચી છે.

આ સમાચાર શેર કરો