બનાસકાંઠા : વડગામના બસુ ગામમાં પતિની હત્યા કરનાર પત્નીની પોલીસે કરી ધરપકડ
Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ ગામમાં પતિની હત્યા કરનાર પત્નીની પોલીસ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બસુ ગામમાં પતિની હત્યા કરનાર પત્નીની પોલીસે ધરપકડ કરી છે. પતિની હત્યા કર્યા બાદ પત્નીએ આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસ તપાસમાં પત્નીનું આ કાવતરું નિષ્ફળ નિવડ્યું હતું.
પતિને માથાં દાતરડું માર્યા બાદ ગળે ટૂંપો આપ્યો
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં છાપી પોલીસ સ્ટેશન વિસ્તારના બસુ ગામમાં શરવણજી સરદારજી ઠાકોર નામના પુરુષે આત્મહત્યા કરી હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા પ્રથમ દૃષ્ટિએ આત્મહત્યા પ્રતિત થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ વડાએ આ મામલે એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની જુદી જુદી સાત ટીમો દ્વારા તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં અમુક શંકાસ્પદ પુરાવા મળી આવતા મૃતકની પત્ની અને આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન મૃતકની પત્ની રેખાબેન ભાંગી પડી હતી અને પતિની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. મૃતકની પત્નીએ પતિના ગળામાં દાતરડા વડે હુમલો કરી પહેલા મોત નિપજાવ્યું હતું, બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પતિના મૃતદેહને ગળેટૂંપો આપીને લટકાવી દીધો હતો.
પોલીસે હત્યારી પત્ની રેખાબેનની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






