હળવદ હાઈવે પર પોલીસે ગેરકાયદેસર હથિયારો સાથે અમદાવાદના શખ્સને દબોચ્યો, 10 લાખથી વધુનો માલ જપ્ત
રાજ્યના વિવિધ શહેરોમાંથી અવનાર નવાર ગેરકાયદેસર હથિયાર ઝડપાતા રહે છે. ત્યારે હળવદની સરા ચોકડી

રાજ્યના વિવિધ શહેરોમાંથી અવનાર નવાર ગેરકાયદેસર હથિયાર ઝડપાતા રહે છે. ત્યારે હળવદની સરા ચોકડી પાસેથી એક શખ્સને પિસ્તોલ, મેગજીન અને 17 જીવતા કારતૂસ સાથે પોલીસે દબોચ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કારમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ હળવદ પાસેથી પસાર થઈ રહ્યો છે, ત્યારે પોલીસે હળવદની સરા ચોકડી પાસે ફિલ્મી ઢબે આરોપીને દબોચ્યો હતો.
એક પિસ્તોલ, મેગજીન અને 17 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
પોલીસે કારની તપાસ કરતાં તેમાંથી એક પિસ્તોલ, મેગજીન અને 17 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે કાર સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ દબોચ્યો હતો. ઝડપાયેલા શખ્સની ઓળખ અખેરાસિંહ દયાલસિંહ ચૌધરી તરીકે થઈ છે.
આ પણ વાંચો: ગોધરાની પ્રતિષ્ઠિત શાળાએ વિવાદમાં રહેલા ઈન્ફલુએન્ઝરને બોલાવીને કર્યા ધતિંગો, વીડિયો વાયરલ થતાં હોબાળો
આરોપી અમદાવાદના નારોલનો રહેવાસી
આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, પણ હાલ તે અમદાવાદમાં નારોલ વિસ્તારમાં શ્રીનાથ રેસિડેન્સીમાં વસવાટ કરે છે. તો બીજી તરફ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સ હથિયાર લઈને શા માટે નીકળ્યો હતો.






