મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Navsari પોલીસે અમદાવાદની લૂંટનો આરોપી દબોચ્યો, ચેન્નાઈથી સુધી દબાવ્યું પગેરું

રાજ્યભરમાં ચકચાર મચાવનારી અમદાવાદની આંગઠિયા પેઢીના લૂંટ કેસમાં નવસારી પોલીસને સફળતા મળી છે

રાજ્યભરમાં ચકચાર મચાવનારી અમદાવાદની આંગઠિયા પેઢીના લૂંટ કેસમાં નવસારી પોલીસને સફળતા મળી છે. 53 લાખની થયેલી લૂંટમાં આરોપી જેલમાંથી ફરાર થયા બાદ ચેન્નાઈ નાસી ગયો હતો. ત્યારે આરોપીનું પગેરું દબાવીને પોલીસે ઝડપી લઈને ફરીથી જેલ હવાલે કર્યો છે. 

જામીન પર ફરાર હતો

અમદાવાદમાં આંગડિયા પેઢીમાં 53 લાખની લૂટ ચલાવનાર આરોપી જેલમાંથી ફરાર થયા બાદ ચેન્નઈથી પકડાયો છે. આરોપી ઈશ્વરસિંહ ચૌહાણ અને તેની ટોળકીએ અમદાવાદની આંગડિયા પેઢીમાં હથિયાર બતાવી લૂંટ ચલાવી હતી. વર્ષ 2023 માં અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ ઈશ્વરસિંહ હજાર થયો ન હતો.

પગેરું શોધી કાઢ્યું
 
નવસારી LCB પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું પગેરૂ શોધી કાઢ્યુ હતું. આરોપી ઈશ્વરસિંહ ચેન્નઈના પેરિયાર શાકભાજી માર્કેટમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. LCB ટીમે ચેન્નઈથી લૂટના આરોપી ઈશ્વરસિંહની ધરપકડ કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કર્યો હતો. એક વર્ષ અગાઉ પણ નવસારી LCB પોલીસે આજ ગુનાના અન્ય આરોપી પ્રવિણસિંહ ભાયલને ટ્રેનમાંથી પકડી જેલ હવાલે કર્યો હતો.

આ સમાચાર શેર કરો