VIDEO: Navsariમાં વંદે ભારત ટ્રેનને મળ્યો સ્ટોપેજ, 23 ઓગસ્ટથી થશે સુવિધા શરૂ
નવસારી જિલ્લાના લોકો માટે ખુશખબર છે. મુંબઈ-અમદાવાદ-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને
નવસારી જિલ્લાના લોકો માટે ખુશખબર છે. મુંબઈ-અમદાવાદ-મુંબઈ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે. નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની રેલવે મંત્રાલયમાં કરેલી રજૂઆતના પગલે આ નિર્ણય લેવાયો છે. હવે 23 ઓગસ્ટ 2025થી આ ટ્રેન નવસારી ખાતે ઉભી રહેશે.બંને તરફના સ્ટોપેજને કારણે મુંબઈ અને અમદાવાદ જનાર મુસાફરોને મોટો ફાયદો થશે. ટ્રેનના આગમનને લઈને જિલ્લા પ્રમુખે નાગરિકોને મોટી સંખ્યામાં રેલ્વે સ્ટેશન પર હાજર રહી ટ્રેનને આવકારવા આમંત્રણ આપ્યું છે.



